કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા કડક પ્રતિબંધો હટાવ્યા બાદ ચીને 2023ની શરૂઆતમાં તેની સરહદો પ્રવાસીઓ માટે ફરી ખોલી હતી, પરંતુ તે વર્ષે માત્ર 13.8 મિલિયન લોકોએ ચીનની મુલાકાત લીધી હતી.
ચીનના ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો વધતી જતી ટૂરિસ્ટોની સંખ્યાને પહોંચી વળવા તૈયારી કરી રહ્યા છે.
ચીન સરકારે તાજેતરમાં વિઝા નિયમોમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે, જેના કારણે 74 દેશોના નાગરિકો હવે બિન-વિઝા એન્ટ્રી સાથે દેશની મુલાકાત લઈ શકે છે. આ નવી નીતિ હેઠળ, આ દેશોના નાગરિકો 30 દિવસ સુધી ચીનમાં રહી શકે છે. આ પગલું ચીનના ટૂરિઝમ સેક્ટર અને ઇકોનોમીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે. 2024માં આ નીતિના પરિણામે 2 કરોડથી વધુ લોકોએ બિન-વિઝા એન્ટ્રી સાથે ચીનની મુલાકાત લીધી, જે 2023ની સરખામણીએ 45%નો વધારો દર્શાવે છે. આ આંકડો 2023ના 1.38 કરોડની સરખામણીએ લગભગ બમણો છે.
કોવિડ-19 પછી ચીનની ટૂરિઝમ રિકવરી
કોવિડ-19 મહામારી દરમિયાન લાગેલા કડક પ્રતિબંધોને 2023ની શરૂઆતમાં હળવા કરવામાં આવ્યા હતા, જેના પછી ચીને પોતાની સરહદો ફરીથી ટૂરિસ્ટ્સ માટે ખોલી હતી. જોકે, 2023માં માત્ર 1.38 કરોડ લોકોએ ચીનની મુલાકાત લીધી, જે 2019ના 3.19 કરોડના આંકડાની સરખામણીએ અડધાથી પણ ઓછો હતો. નવી વિઝા-ફ્રી પોલિસીએ ટૂરિઝમમાં નોંધપાત્ર ઉછાળો લાવ્યો છે, ખાસ કરીને યુરોપિયન દેશોના ટૂરિસ્ટ્સની સંખ્યામાં.
વિઝા-ફ્રી એન્ટ્રીથી ટૂરિસ્ટ્સને મળી રાહત
ઓસ્ટ્રિયામાં રહેતા જ્યોર્જિયાના નાગરિક જ્યોર્જી શાવાદ્ઝેએ બેઇજિંગના ‘ટેમ્પલ ઓફ હેવન’ની તાજેતરની મુલાકાત અંગે જણાવ્યું, “વિઝા-ફ્રી એન્ટ્રીએ મુસાફરીને ખૂબ જ સરળ બનાવી છે. અગાઉ વિઝા અરજીની પ્રક્રિયા અને તેની ઝંઝટથી બચવું મુશ્કેલ હતું.” ચીનના મોટા ભાગના ટૂરિસ્ટ સ્થળો હજુ પણ સ્થાનિક ટૂરિસ્ટ્સથી ભરેલા છે, પરંતુ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી હવે વિદેશી ટૂરિસ્ટ્સની વધતી સંખ્યા માટે તૈયારી કરી રહી છે.
કયા દેશોના નાગરિકોને મળી વિઝા-ફ્રી એન્ટ્રી?
ડિસેમ્બર 2023માં ચીને ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન અને મલેશિયાના નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. ત્યારબાદ મોટા ભાગના યુરોપિયન દેશોને આ સુવિધા આપવામાં આવી છે. 16 જુલાઈએ અઝરબૈજાનનો આ યાદીમાં સમાવેશ થવાથી વિઝા-ફ્રી દેશોની સંખ્યા 75 થઈ જશે. આ નીતિએ ખાસ કરીને યુરોપિયન ટૂરિસ્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
યુરોપિયન ટૂરિસ્ટ્સની સંખ્યામાં 20%નો વધારો
ચીનના ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો વધતી જતી ટૂરિસ્ટોની સંખ્યાને પહોંચી વળવા તૈયારી કરી રહ્યા છે. વૈશ્વિક ટૂર ઓપરેટર ‘WildChina’ના મેનેજિંગ ડિરેક્ટર જેની ઝાઓએ જણાવ્યું કે મહામારી પૂર્વેની સરખામણીએ તેમના બિઝનેસમાં 50%નો વધારો થયો છે. ખાસ કરીને યુરોપિયન ટૂરિસ્ટોનું પ્રમાણ હવે કુલ ટૂરિસ્ટોના 20% સુધી પહોંચી ગયું છે.