Civil Defense Mock Drill: આ મોકડ્રીલ વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત આપત્તિઓ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે રાજ્યની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન અને તેને વધુ સુદ્રઢ બનાવવાનો છે.
આ મોકડ્રીલ વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાશે.
Civil Defense Mock Drill: રાજ્યમાં કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની તૈયારીઓના ભાગરૂપે, ગુજરાતના 15 જિલ્લાઓમાં આવતીકાલે, એટલે કે 7 મે, 2025 ના રોજ, એક મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ દેશભરમાં યોજાઈ રહેલા સિવિલ ડિફેન્સ અભ્યાસનો એક ભાગ છે. IPS મનોજ અગ્રવાલને આ મોકડ્રીલના રાજ્યકક્ષાના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મોકડ્રીલ વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત આપત્તિઓ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે રાજ્યની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન અને તેને વધુ સુદ્રઢ બનાવવાનો છે.
-ભારતીય વાયુસેના સાથે હોટલાઇન/રેડિયો કમ્યુનિકેશન લિંક્સનું સંચાલન તપાસવું.
-કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યક્ષમતાની ચકાસણી કરવી.
-પ્રતિકૂળ હુમલાની સ્થિતિમાં નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને સ્વ-બચાવ માટે તાલીમ આપવી.
-ક્રેશ બ્લેકઆઉટ જેવા પગલાંનું અમલીકરણ ચકાસવું.
-મહત્વપૂર્ણ સંસ્થાનોના કેમોફ્લેજિંગ અને સ્થળાંતર યોજનાઓની તૈયારી અને અમલીકરણનું મૂલ્યાંકન કરવું.
-વૉર્ડન સેવાઓ, ફાયર ફાઈટિંગ, બચાવ કામગીરી સહિત વિવિધ સિવિલ ડિફેન્સ સેવાઓની સક્રિયતા અને પ્રતિભાવનું મૂલ્યાંકન કરવું.
આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર, વિવિધ જિલ્લા સત્તાવાળાઓ, સિવિલ ડિફેન્સ વૉર્ડન્સ/સ્વયંસેવકો, હોમગાર્ડ્સ (સક્રિય/અનામત સ્વયંસેવકો), NCC, NSS, NYKS અને કૉલેજ/શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સામેલ થશે. આ કવાયત ગામડા સ્તર સુધી આયોજિત છે.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સિવિલ ડિફેન્સની તૈયારીઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા 5 મે, 2025ના રોજ જારી કરાયેલા પત્ર અને અગાઉના સંદેશાવ્યવહારમાં પણ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં સિવિલ ડિફેન્સની સજ્જતા જાળવવા પર ભાર મુકાયો હતો.
આ મોકડ્રીલ રાજ્યની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાઓને ચકાસવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર થવામાં મદદરૂપ થશે.