Elon Muskની AI કંપની xAI એ તેનું નવું ચેટબોટ- Grok 3 લોન્ચ કર્યું છે. લોન્ચ ડેમો ઇવેન્ટમાં, મસ્કે કહ્યું કે તેઓ ગ્રોક 3 રજૂ કરીને "અત્યંત ખુશ" છે. મસ્કના મતે, તે ગ્રોક 2 કરતા ઘણું સારું છે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. મસ્કે ગ્રોક એઆઈ બનાવનાર ટીમની પણ પ્રશંસા કરી. Grok 3 ચીનની DeepSeek, Googleની Gemini 2 Pro અને OpenAIની ChatGPT 4o સાથે સીધી કોમ્પિટિશનમાં છે. ઇવેન્ટમાં, xAI એ તુલનાત્મક બેન્ચમાર્ક દર્શાવ્યું જેમાં Grok 3 એ વિજ્ઞાન, કોડિંગ અને ગણિતમાં અન્ય ચેટબોટ્સને પાછળ રાખી દીધા.
મસ્કે કહ્યું કે તે GPT-4o કરતાં વધુ સારું
xAI દાવો કરે છે કે Grok 3એ AIME સહિત અન્ય બેન્ચમાર્ક્સ પર GPT-4o કરતાં વધુ પર્ફોમન્સ આપે છે. AIME મોડેલના પર્ફોમન્સનું ટેસ્ટિંગ ગણિતના પ્રશ્નો તેમજ પીએચડી-સ્તરના ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રના પ્રશ્નો સાથે કરે છે. XAI ના મતે, Grok 3 ના શરૂઆતના વર્ઝને ચેટબોટ સેક્ટરમાં પણ સારો સ્કોર કર્યો. ચેટબોટ એરેના એક ક્રાઉડસોર્સ્ડ ટેસ્ટ છે જે વિવિધ AI મોડલ્સને એકબીજાની સામે મૂકે છે અને યુઝર્સ તેમના પર્ફોમન્સ પર મત આપે છે.
પરિણામ આપતા પહેલા તથ્ય તપાસો
આ યુઝર્સને પહેલા એક્સેસ મળશે
Grok 3 પ્રથમ X નું પ્રીમિયમ+ સબ્સ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ માટે ઍક્સેસિબલ હશે. બાકીના AI ફીચર્સ માટે, યુઝર્સને સુપરગ્રોક સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. તેનો માસિક ચાર્જ 30 ડૉલર (લગભગ 2600 રૂપિયા) અને વાર્ષિક ચાર્જ 300 ડૉલર (લગભગ 26 હજાર રૂપિયા) છે. સુપરગ્રોક યુઝર્સને વધારાના તર્ક અને ડીપ સર્ચ સાથે અનલિમિટેડ ઇમેજ જનરેશન ઓફર કરે છે.