ગુજરાતમાં HMVP વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો, બેંગલોર બાદ ભારતમાં બીજો કેસ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં HMVP વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો, બેંગલોર બાદ ભારતમાં બીજો કેસ

HMPV First Case In Gujarat : ચીનમાં વકરેલા HMPV વાયરસની ગુજરાતમાં થઈ એન્ટ્રી થઈ ગઈ છે.. બેંગલુરૂમાં એક જ દિવસમાં સામે આવ્યા બે કેસ, તો ગણતરીના કલાકમાં ગુજરાતમાં પણ આવ્યો કેસ.

અપડેટેડ 01:09:11 PM Jan 06, 2025 પર
Story continues below Advertisement
HMPV First Case In Gujarat : ચીનમાં વકરેલા HMPV વાયરસની ગુજરાતમાં થઈ એન્ટ્રી થઈ ગઈ છે.

HMPV First Case In Gujarat : ગુજરાતમાં HMPV વાયરસ પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં પણ HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં બે મહિનાની બાળકી HMPV વાયરસ પોઝિટિવ હોવાની માહિતી મળી છે. આ બાળકીની અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે ગાઇડ લાઇન જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇનમાં જણાવ્યું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરા (HMPV)ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. DGHS, NCDC. MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા 30 જાન્યુઆરીના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈન્સ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને કલુનો સમાવેશ થાય છે.

શું કરવું જોઈએ?


-જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

-નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે રોનેટાઈઝરનો ઉપયોગ કરવો.

-ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

-તાવ, ખાંસી કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

-વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

-પ્રબળ પ્રતિરોધક શતિ માટે પૂરતી ઊંઘ લેવી.

-બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.

-શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું જોઈએ?

-આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.

-ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ. માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

-જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

-ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ ગાઇડ લાઇનનું અવશ્ય પાલન કરવું

આ પણ વાંચો - GST ભરનારા MSMEને 25 લાખ રૂપિયાની તાત્કાલિક મળશે લોન, પ્રોસેસ 15 મિનિટમાં પૂર્ણ થશે

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2025 1:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.