પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક બેન્કિંગ ક્ષેત્રમાં પાછા ફર્યા છે. વિશાળ રોકાણ બેન્ક ગોલ્ડમેન સૅક્સે પૂર્વ વડા પ્રધાન સુનકને મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ઋષિ સુનક આ નોકરીમાંથી થતી આવક શિક્ષણ ચેરિટીમાં દાન કરવાની યોજના ધરાવે છે, જે તેમણે તાજેતરમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે સ્થાપિત કરી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલા, સુનકે યુએસ સ્થિત બહુરાષ્ટ્રીય રોકાણ બેન્કમાં કામ કર્યું હતું. બેન્કે મંગળવારે આ જાહેરાત કરી હતી. ગયા વર્ષે 4 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી હારી ગયા બાદ બ્રિટિશ ભારતીય નેતાનો મંત્રી પદનો કાર્યકાળ પૂરો થયા પછી જરૂરી 12 મહિનાનો સમયગાળો પસાર થયા પછી આ જાહેરાત કરવામાં આવી છે.