Get Rid Of Rats: જો તમારા ઘરમાં પણ ઉંદરોએ આતંક મચાવ્યો હોય અને તેઓ દરેક વસ્તુને કોતરી કોતરીને ખાઈ રહ્યા છે અને બગાડી રહ્યા છે તો ચોક્કસથી તમે ઉંદરથી મુક્તિ મેળવવાના કાયમી ઉપાય શોધી રહ્યા હશો. ઉંદરને ઘરમાંથી કાયમ માટે દુર કરવા હોય અને જો તમે તેને મારવા અથવા પાંજરામાં પકડવા માંગતા નથી તો આજે તમને 5 ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાય તમે એકવાર અજમાવશો તો ઉંદર હંમેશા માટે તમાકા ઘરમાંથી દુર થઈ જશે. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાયો કયા કયા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીની ગંધ ઉંદર સહન કરી શકતા નથી. જે જગ્યાએ ડુંગળી રાખેલી હોય ત્યાં ઉંદર ક્યારેય નહીં આવે. તો બસ તમારે ઉંદરને ઘરથી દૂર રાખવા હોય તો ડુંગળીને કાપીને એવી જગ્યાએ રાખી દો જેથી ઉંદર ઘરમાં ઘૂસતા હોય. ડુંગળી રાખ્યા પછી ઉંદર ગાયબ થઈ જશે.
ફુદીનાની સુગંધ પણ ઉંદરને પરેશાન કરે છે. ઘરમાંથી ઉંદરનું સફાયો કરવો હોય તો ફુદીનાના પાનને ટીસુ પેપરમાં બાંધીને અલગ અલગ જગ્યાએ રાખી દેવા. આ સિવાય ફુદીનાના પાનની પેસ્ટ કરીને તેને ઘરના બારી દરવાજા પર લગાડી દો તેનાથી પણ ઘરમાં ઉંદર નહીં આવે.
ઉંદરને ઘરથી દૂર ભગાડવા માટે ઘુવડની પાંખ પણ ઉપયોગી છે. ઘુવડની પાંખ જોઈને ઉંદર ડરી જાય છે. અને ત્યાર પછી તે જગ્યાએ બીજી વાર ફરકતા પણ નથી.