ઘરે બેઠા ઓનલાઇન પોલીસ ફરિયાદ (FIR) કેવી રીતે નોંધાવવી? જાણો સંપૂર્ણ પ્રોસેસ | Moneycontrol Gujarati
Get App

ઘરે બેઠા ઓનલાઇન પોલીસ ફરિયાદ (FIR) કેવી રીતે નોંધાવવી? જાણો સંપૂર્ણ પ્રોસેસ

ઘટના બન્યા બાદ તમે ગમે ત્યારે FIR નોંધાવી શકો છો, કારણ કે આ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. જોકે, CRPCની કલમ 468 અનુસાર, જો ગુનાની સજા એક વર્ષની હોય, તો ફરિયાદ એક વર્ષની અંદર નોંધાવવી જરૂરી છે. શક્ય હોય તો ઘટના બાદ જેટલી ઝડપથી ફરિયાદ નોંધાવો, તેટલું વધુ યોગ્ય રહેશે, કારણ કે તેનાથી તપાસ પ્રોસેસ ઝડપી બને છે.

અપડેટેડ 04:32:25 PM Apr 18, 2025 પર
Story continues below Advertisement
ડિજિટલ યુગમાં હવે નાગરિકોને ગુનાહિત ઘટનાઓની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી.

ડિજિટલ યુગમાં હવે નાગરિકોને ગુનાહિત ઘટનાઓની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા મોબાઇલ ફોન કે કમ્પ્યૂટરની મદદથી ઘરે બેઠા ઓનલાઇન ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી શકો છો. ચોરી, છેતરપિંડી, ધમકી જેવી ઘટનાઓથી લઈને ખોવાયેલ-મળેલ વસ્તુઓની ફરિયાદ હવે ઓનલાઇન નોંધાવી શકાય છે. ઘણી વખત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં અડચણો આવે છે, પરંતુ ઓનલાઇન સુવિધાને કારણે આ પ્રોસેસ હવે સરળ બની છે. ચાલો, આ પ્રોસેસ વિશે વિગતવાર જાણીએ.

ઓનલાઇન E-FIR નોંધાવવાની રીત

-ઓનલાઇન FIR નોંધાવવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

રાજ્યની અધિકૃત પોલીસ વેબસાઇટ પર જાઓ:

તમે જે રાજ્યમાં રહો છો, તે રાજ્યની પોલીસની સત્તાવાર વેબસાઇટ ખોલો. દાખલા તરીકે, ગુજરાત માટે વેબસાઇટ છે: gujhome.gujarat.gov.in.


રજિસ્ટ્રેશન કરો:-

વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. આ માટે તમારે પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, લિંગ, મોબાઇલ નંબર અને સરનામું આપવાનું રહેશે.

મોબાઇલ નંબર વેરિફાય કરો:-

રજિસ્ટ્રેશન દરમિયાન આપેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ OTP દાખલ કરીને નંબર વેરિફાય કરો, જે બાદ તમે લૉગઇન કરી શકશો.

E-FIR વિકલ્પ પસંદ કરો:-

લૉગઇન કર્યા બાદ વેબસાઇટ પર ‘E-FIR’નો વિકલ્પ પસંદ કરો. આના પર ક્લિક કરતાં એક ફોર્મ ખુલશે.

ફોર્મ ભરો:

ફોર્મમાં તમારે નીચેની વિગતો આપવાની રહેશે:

વ્યક્તિગત માહિતી (નામ, સરનામું વગેરે)

ઘટનાનું સ્થળ, તારીખ, સમય

ઘટનાનું સંપૂર્ણ વર્ણન (શું થયું, કેવી રીતે થયું વગેરે)

ફોર્મ સબમિટ કરો:

ફોર્મ ભરીને સબમિટ કરો. સબમિશન બાદ પોલીસ વિભાગ દ્વારા વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે.

વેરિફિકેશન અને FIRની કૉપી:

પોલીસ તમારા ઘરે આવીને અથવા ફોન દ્વારા વેરિફિકેશન કરશે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને FIRની કૉપી મળી જશે.

કઈ ઘટનાઓ માટે ઓનલાઇન FIR નોંધાવી શકાય?

ક્રિમિનલ પ્રોસિજર કોડ (CRPC) અનુસાર નીચેની બિન-સંજ્ઞેય (Non-Cognizable) ઘટનાઓ માટે ઓનલાઇન FIR નોંધાવી શકાય છે:

ખોવાયેલ-મળેલ વસ્તુઓ

ચોરી (સામાન્ય ચોરી, વાહન ચોરી વગેરે)

ધમકી

વ્યક્તિ ગુમ થવાની માહિતી

જો કે, ગંભીર ગુનાઓ જેવા કે હત્યા, લૂંટ, દુષ્કર્મ અથવા સામૂહિક દુષ્કર્મ માટે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી જરૂરી છે, કારણ કે આવા કેસોમાં તાત્કાલિક તપાસ અને કાનૂની કાર્યવાહીની જરૂર હોય છે.

રાજ્યોની અધિકૃત પોલીસ વેબસાઇટ્સ

દરેક રાજ્યની પોતાની સત્તાવાર પોલીસ વેબસાઇટ છે, જેના દ્વારા ઓનલાઇન FIR નોંધાવી શકાય છે:

ગુજરાત: gujhome.gujarat.gov.in

દિલ્હી: delhipolice.gov.in

ઉત્તર પ્રદેશ: uppolice.gov.in

મધ્ય પ્રદેશ: citizen.mppolice.gov.in

હરિયાણા: haryanapoliceonline.gov.in

રાજસ્થાન: police.rajasthan.gov.in

ઓડિશા: odishapolice.gov.in

ઉત્તરાખંડ: uttarakhandpolice.uk.gov.in

ફરિયાદ નોંધાવવાનો સમય

ઘટના બન્યા બાદ તમે ગમે ત્યારે FIR નોંધાવી શકો છો, કારણ કે આ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. જોકે, CRPCની કલમ 468 અનુસાર, જો ગુનાની સજા એક વર્ષની હોય, તો ફરિયાદ એક વર્ષની અંદર નોંધાવવી જરૂરી છે. શક્ય હોય તો ઘટના બાદ જેટલી ઝડપથી ફરિયાદ નોંધાવો, તેટલું વધુ યોગ્ય રહેશે, કારણ કે તેનાથી તપાસ પ્રોસેસ ઝડપી બને છે.

અન્ય ઓનલાઇન પોલીસ સેવાઓ

ઓનલાઇન FIR ઉપરાંત તમે પોલીસ વિભાગની અન્ય સેવાઓનો પણ લાભ લઈ શકો છો, જેમાં નીચેનો સમાવેશ થાય છે:

ભાડૂઆત રજિસ્ટ્રેશન

કેરેક્ટર સર્ટિફિકેટ

ઘરેલું સહાયકોનું રજિસ્ટ્રેશન

કાર્યક્રમ કે પ્રદર્શન માટે પરવાનગીની અરજી

ભાડૂઆતની ખરાઈ (વેરિફિકેશન)

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા માટે અરજી

શા માટે છે ઓનલાઇન FIR જરૂરી?

ઘણી વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં અરજદારોને નિરાશા મળે છે. કેટલીક ઘટનાઓમાં પોલીસ માત્ર સાદી અરજી લઈને ફરિયાદીને પરત મોકલે છે અથવા FIR નોંધવામાં ટાળીટપ્પણ કરે છે. ઓનલાઇન FIRની સુવિધા આવી સમસ્યાઓનો ઉકેલ લાવે છે, જેનાથી નાગરિકો સરળતાથી અને ઝડપથી ફરિયાદ નોંધાવી શકે છે. આ સુવિધા ખાસ કરીને બિન-સંજ્ઞેય ગુનાઓ માટે અસરકારક છે, જેમાં તાત્કાલિક પોલીસ હસ્તક્ષેપની જરૂર નથી હોતી.

આ પણ વાંચો- ક્રેડિટ કાર્ડ અને EMI દ્વારા થઈ રહ્યું છે એક તૃતીયાંશ ડિજિટલ પેમેન્ટ, UPIનું અહીં છે વર્ચસ્વ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 18, 2025 4:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.