ભારતે 6G માટે સ્પિડ વધારી: હાઈસ્પીડ ઈન્ટરનેટનું સપનું, 2030 સુધી ટોપનું સ્થાન મેળવવાનું લક્ષ્ય
6G Technology in India: TSDSI અને ભારત 6G એલાયન્સની આ ભાગીદારી ભારતના 6G વિઝનને સાકાર કરવા માટે એક મહત્વનું પગલું છે. આ સહયોગથી ન માત્ર ટેક્નોલોજીના વિકાસમાં ગતિ આવશે, પરંતુ ભારત 2030 સુધી 6G ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવવાના લક્ષ્યને પણ હાંસલ કરી શકશે. આનાથી દેશની જનતાને હાઈસ્પીડ ઈન્ટરનેટ અને બહેતર કનેક્ટિવિટીનો લાભ મળશે.
આ બંને સંગઠનો ગ્લોબલ સ્તરે માહિતીનું આદાન-પ્રદાન કરશે અને 6G ટેક્નોલોજીના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા માટે સંયુક્ત રીતે કામ કરશે.
6G Technology in India: ભારત હવે 6G ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટું પગલું ભરવા તૈયાર છે. ટેલિકમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડ્સ ડેવલપમેન્ટ સોસાયટી, ઈન્ડિયા (TSDSI) અને ભારત 6G એલાયન્સે 6G ટેક્નોલોજીના વિકાસને ગતિ આપવા માટે હાથ મિલાવ્યા છે. આ બંને સંગઠનો મળીને 6G માટે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ઘડશે, જે ભારતને 2030 સુધી આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાનો રસ્તો ખોલશે.
6G વિઝનને સાકાર કરવા માટે મહત્વની ભાગીદારી
5Gની સફળતા બાદ ભારત હવે 6G ટેક્નોલોજીના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે. TSDSI અને ભારત 6G એલાયન્સ વચ્ચે તાજેતરમાં થયેલા કરારથી આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ 6G ટેક્નોલોજીના વિકાસને વેગ આપવાનો અને ભારતની પ્રાથમિકતાઓને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સમાં સામેલ કરવાનો છે.
આ બંને સંગઠનો ગ્લોબલ સ્તરે માહિતીનું આદાન-પ્રદાન કરશે અને 6G ટેક્નોલોજીના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવા માટે સંયુક્ત રીતે કામ કરશે. આ ભાગીદારીથી ભારતને 2030 સુધી 6G ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવવામાં મદદ મળશે.
TSDSI અને ભારત 6G એલાયન્સનું સંયુક્ત પ્રયાસ
TSDSIના ડાયરેક્ટર-જનરલ એ.કે. મિત્તલે જણાવ્યું કે, "ભારત 6G એલાયન્સ સાથેની આ ભાગીદારીથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સહયોગથી રિસર્ચ અને ડેવલપમેન્ટના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થશે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સના નિર્માણમાં ભારતનું યોગદાન વધશે."
ભારત 6G એલાયન્સના ડાયરેક્ટર-જનરલ રાજેશ કુમાર પાઠકે વધુમાં ઉમેર્યું, "આ ભાગીદારી ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સના નિર્માણમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરશે. આનાથી 6G વિઝનને આગળ ધપાવવામાં મોટી મદદ મળશે."
2023માં શરૂ થયું હતું 6G વિઝન
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2023માં ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. આ ડોક્યુમેન્ટનો ઉદ્દેશ 6G નેટવર્કનું ડિઝાઇન, વિકાસ અને જમાવટ કરવાનો છે. ભારતનો લક્ષ્ય 2030 સુધી 6G ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાનો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત 6G એલાયન્સે દેશના ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન્સનો સહયોગ મેળવ્યો છે.
ભારત માટે 6G શા માટે મહત્વનું?
આ ભાગીદારીથી ભારતને 6G ટેક્નોલોજીના વિકાસમાં સ્પિડ આવશે, જેનાથી દેશની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે. 6G ટેક્નોલોજીના આગમનથી ઈન્ટરનેટની સ્પિડ અને ડેટા ટ્રાન્સફરની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત, આ ટેક્નોલોજી ભારતને ડિજિટલ ઈકોનોમી અને ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન અપાવશે.