પેરાસીટામોલ એ એક દવા છે જેનો ઉપયોગ લોકો વારંવાર તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના કિસ્સામાં કરે છે. તાજેતરના સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ દવા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ નોટિંગહામના રિસર્ચરોએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે પેરાસિટામોલનું વધુ પડતું સેવન લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં એટલે કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કિડની સંબંધિત રોગનું જોખમ વધી શકે છે. મતલબ કે તેના સેવનથી અનેક પ્રકારની આડઅસર થઈ શકે છે. ટૂંકા ગાળામાં પેરાસીટામોલનું વધુ પડતું સેવન લીવર પર વિપરીત અસર કરી શકે છે. વિભુ નર્સિંગ હોમના સિનિયર કન્સલ્ટન્ટ અને ફિઝિશિયન ડૉ. વિભુ ક્વાત્રા અમને જણાવે છે કે પેરાસિટામોલનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે જોખમી બની શકે છે.