Kailash Mansarovar Yatra: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. પાંચ વર્ષના અંતરાલ પછી, બેઇજિંગમાં બંને દેશો વચ્ચેના વિશેષ પ્રતિનિધિઓની બેઠકના 23મા રાઉન્ડમાં 6 મુદ્દાઓ પર સહમતિ બની હતી. પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષના લાંબા અવરોધ પછી સંબંધોની પુનઃસ્થાપનાને ધ્યાનમાં રાખીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ડિસેમ્બર 2019 પછી પહેલીવાર સરહદ મુદ્દે આ મિકેનિઝમની છેલ્લી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી હાજર રહ્યા હતા. બંને વિશેષ પ્રતિનિધિઓએ દ્વિપક્ષીય સંબંધોની સુધારણા માટે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
સરહદ પર શાંતિ જાળવવા પર ચર્ચા
નદીઓ પર ડેટા શેરિંગ અંગે સકારાત્મક બાબત
બંને વિશેષ પ્રતિનિધિઓએ સામાન્ય હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે સરહદ પાર સહકાર અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે સકારાત્મક દિશા દર્શાવી હતી. આ સાથે સરહદી વ્યાપાર અને ટ્રાન્સ બોર્ડર નદીઓ પર ડેટા શેરિંગ અંગે પણ સકારાત્મક વાતચીત થઈ હતી, બંને એ વાત પર સહમત થયા હતા કે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે શાંતિપૂર્ણ ભારત અને ચીન સંબંધો જરૂરી છે.
આ બેઠકનો નિર્ણય રશિયામાં લેવામાં આવ્યો
વિશેષ પ્રતિનિધિઓની બેઠક કઝાનમાં તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને અનુરૂપ હતી. આ અંતર્ગત, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દના સંચાલનની દેખરેખ રાખવા અને સરહદી પ્રશ્નોના ન્યાયી, વ્યાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે પ્રારંભિક બેઠક યોજવાની હતી.