Walking time Health tips: તમારા ચાલવાનો સમય તમારું સ્વાસ્થ્ય નક્કી કરે છે, જાણો યોગ્ય સમય કયો છે?
Walking time Health tips: આપણે હંમેશા ઇચ્છીએ છીએ કે આપણું શરીર ખૂબ જ સક્રિય રહે, સ્વસ્થ દેખાય અને રોગોથી દૂર રહે, પરંતુ બદલામાં આપણે આપણા શરીરને શું આપીએ છીએ? જમ્યા પછી સૂઈ જાઓ અથવા આખો દિવસ એક ખુરશીથી બીજી ખુરશી પર બેસી રહો. શરીરને ફિટ રાખવા માટે સક્રિય રહેવું મહત્વપૂર્ણ છે.
ખાધા પછીની વૉકને ઘણીવાર હળવાશમાં લેવાય છે, પરંતુ તે બ્લડ શુગરને ઝડપથી કંટ્રોલ કરે છે.
Walking time Health tips: શું તમે જાણો છો કે રોજનું ચાલવું તમારા સ્વાસ્થ્યને કેવી રીતે બદલી શકે છે? પણ સવાલ એ છે કે ખાવા પહેલાં ચાલવું કે ખાવા પછી? આ નાનો નિર્ણય તમારા બ્લડ શુગર, વજન, પાચન અને ઊંઘ પર મોટી અસર કરે છે. ચાલો, સમજીએ કે કયો સમય તમારા માટે બેસ્ટ છે.
સવારે ઉઠીને ખાલી પેટ ચાલવાથી શરીર સંગ્રહિત ફેટને એનર્જી તરીકે ઉપયોગ કરે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે. સવારની વૉક મગજને ફોકસ્ડ બનાવે છે અને તણાવ ઘટાડે છે. ખુલ્લી હવા, સૂરજની હળવી કિરણો અને શાંત વાતાવરણ તમારા દિવસની શરૂઆત માટે આદર્શ છે.
ફાયદા: ફેટ બર્નિંગ ઝોનમાં લઈ જાય છે. મગજને એક્ટિવ અને તણાવમુક્ત રાખે છે. ડાયાબિટીસ નિયંત્રણમાં મદદ કરે છે. ખાવા પછીની હળવી વૉકને બ્લડ શુગર અને પાચનનો સાથી માનવામાં આવે છે.
ખાધા પછીની વૉકને ઘણીવાર હળવાશમાં લેવાય છે, પરંતુ તે બ્લડ શુગરને ઝડપથી કંટ્રોલ કરે છે. 2022ના એક સ્ટડી અનુસાર, ખાવાના 10-15 મિનિટ પછીની વૉક ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેટલી અસરકારક હોઈ શકે છે. આ ગ્લૂકોઝને મસલ્સ સુધી પહોંચાડે છે, જેથી બ્લડ શુગર સ્પાઇક નથી થતું. જો તમને ખાવા પછી ભારેપણું, ગેસ કે સુસ્તી લાગે છે, તો ધીમી ચાલની વૉક પાચનને સુધારે છે. ખાસ કરીને રાત્રે ડિનર પછીની વૉક પાચન સુધારે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ઊંઘ લાવે છે.
ફાયદા: બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે. બ્લોટિંગ અને ગેસ ઘટાડે છે. રાત્રે સારી ઊંઘ લાવે છે.
કયો સમય પસંદ કરવો?
વજન ઘટાડવું હોય તો સવારે ખાલી પેટ વૉક કરો.
ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો ખાવાના 10-15 મિનિટ પછી હળવી વૉક.
પાચન અને ઊંઘ સુધારવા માટે રાત્રે ડિનર પછી ધીમી ચાલ.
બંનેના મિશ્રણ માટે સવારે ખાલી પેટ અને રાત્રે ડિનર પછી ટૂંકી વૉક.
સવારની વૉક હોય કે ખાવા પછીની, બંનેના પોતાના ફાયદા છે. તમારા હેલ્થ ગોલ, શેડ્યૂલ અને શરીરની જરૂરિયાત પ્રમાણે સમય પસંદ કરો. દરરોજ 20-30 મિનિટ ચાલવાથી તમારું શરીર એક્ટિવ, ફિટ અને રોગોથી દૂર રહેશે. તો આજથી જ શરૂ કરો અને તમારા સ્વાસ્થ્યની ચાવી હાથમાં લો.