Mahakumbh 2025: કુંભ મેળા દરમિયાન ખુલ્લામાં શૌચ કરવાના મુદ્દા પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ કડક વલણ અપનાવ્યું છે. મહાકુંભ મેળામાં શૌચાલયની સુવિધાના અભાવ સામે કાર્યવાહીની માંગ કરતી અરજી પર NGTની મુખ્ય બેન્ચે યુપી સરકારને નોટિસ ઇશ્યૂ કરી છે અને જવાબ માંગ્યો છે. આ ઉપરાંત પ્રયાગરાજ મેળા ઓથોરિટી અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ નોટિસ જારી કરવામાં આવી છે.