ટાઈમની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યૂનુસનો સમાવેશ, જાણો શું છે કારણ? | Moneycontrol Gujarati
Get App

ટાઈમની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યૂનુસનો સમાવેશ, જાણો શું છે કારણ?

આ યાદી દર વર્ષે નવા ચહેરાઓ અને તેમના યોગદાનને પ્રકાશિત કરે છે. ભારતમાંથી કોઈ નામ ન હોવું ચોક્કસપણે ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ ભવિષ્યમાં ભારતીય હસ્તીઓ ફરીથી આ યાદીમાં સ્થાન મેળવે તેવી આશા રહે છે.

અપડેટેડ 10:18:20 AM Apr 17, 2025 પર
Story continues below Advertisement
ટાઈમ મેગેઝિનની આ યાદીને વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે

ટાઈમ મેગેઝિન દ્વારા પ્રકાશિત વિશ્વની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં આ વખતે એક પણ ભારતીય નાગરિકને સ્થાન નથી મળ્યું. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉદ્યોગપતિ એલન મસ્ક અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યૂનુસનો સમાવેશ થયો છે. ભારતમાંથી કોઈ વ્યક્તિનું નામ ન હોવું આશ્ચર્યજનક છે, કારણ કે અગાઉના વર્ષોમાં ઘણીવાર ભારતીય હસ્તીઓને આ યાદીમાં સ્થાન મળતું હતું. ઉદાહરણ તરીકે, 2024માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને ઓલિમ્પિક કુસ્તીબાજ સાક્ષી મલિકને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

યાદીનું વર્ગીકરણ અને ભારતીય મૂળની હસ્તી

ટાઈમ મેગેઝિનની આ યાદીને વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે, જેમાં લીડર્સ, આઇકોન્સ, ટાઇટન્સ, એક્ટર્સ, ઇનોવેટર્સ અને પાયોનિયર્સનો સમાવેશ થાય છે. લીડર્સ શ્રેણીમાં ભારતીય મૂળની રેશમા કેવલરમાણીને સ્થાન મળ્યું છે, પરંતુ તેઓ ભારતીય નાગરિક નથી. કેવલરમાણી હાલમાં અમેરિકાની જાણીતી બાયોટેક્નોલોજી કંપની વર્ટેક્સના સીઈઓ તરીકે કાર્યરત છે. તેઓ 11 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા અને આજે તેઓ આ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવે છે.

આ યાદીમાં અન્ય પ્રમુખ નામો

લીડર્સ શ્રેણીમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો સમાવેશ થયો છે. જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના નેતા વ્લાદિમીર પુતિન તેમજ ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપિયન દેશોના નેતાઓને આ યાદીમાં સ્થાન નથી મળ્યું.


ભારતીય નેતાઓને સ્થાન ન મળવાનું કારણ

ટાઈમ મેગેઝિનની યાદીમાં એવી વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે જેઓ તાજેતરમાં પ્રભાવશાળી બન્યા હોય અથવા જેમના કારણે કોઈ નોંધપાત્ર ફેરફાર થયો હોય. આ જ કારણે ભારત, ચીન અને રશિયા જેવા દેશોના ટોચના નેતાઓને આ યાદીમાં સ્થાન નથી મળ્યું. ગયા વર્ષે સાક્ષી મલિકને કુસ્તીબાજોના આંદોલનને કારણે અને આલિયા ભટ્ટને તેમની ફિલ્મો તેમજ વ્યક્તિગત જીવનને લીધે ચર્ચામાં હોવાના કારણે સ્થાન મળ્યું હતું.

મોહમ્મદ યૂનુસનો સમાવેશ કેમ?

મોહમ્મદ યૂનુસને આ યાદીમાં સ્થાન મળવાનું મુખ્ય કારણ એ છે કે તેમણે તાજેતરમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની કમાન સંભાળી છે. તેમના નેતૃત્વમાં દેશમાં ઘણા મોટા ફેરફારો થયા છે, જો કે એ ચર્ચાનો વિષય છે કે તેમના ફેરફારો કેટલા યોગ્ય છે કે નહીં પણ હાલ તો આ ફેરફારોને કારણે તેમને આ યાદીમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો- બેસ્ટ ક્રેડિટ સ્કોર હોવા છતાં ક્રેડિટ કાર્ડ કેમ થાય છે રિજેક્ટ? અહીં સમજો કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Apr 17, 2025 10:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.