જ્યારે કોઈપણ છોકરીના માતા-પિતા તેમની પુત્રીના લગ્ન કોઈની સાથે કરાવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા છોકરાની આર્થિક સ્થિતિ તપાસે છે. જેથી તેની દીકરી જ્યાં જાય ત્યાં સારી એવી જિંદગી વિતાવી શકે. છોકરીનો પરિવાર પહેલા વરરાજાના પગાર વિશે પૂછે છે. જો છોકરો સારું કમાય તો દીકરીના લગ્ન તે છોકરા સાથે નક્કી થાય છે. પરંતુ હવે લગ્નને અંતિમ સ્વરૂપ આપતા પહેલા છોકરાની આર્થિક સ્થિતિ તપાસવા માટે એક નવું સ્ટાડર્ડ સામે આવ્યું છે. જેમાં છોકરાનો CIBIL સ્કોર તપાસવામાં આવશે. જો પગાર સાથે CIBIL સ્કોર સાચો નીકળે તો જ લગ્ન નક્કી થઈ શકે છે. જો નહીં તો સંબંધ ભૂલી જાઓ. મહારાષ્ટ્રના મૂર્તિજાપુરમાં રહેતા એક છોકરા સાથે પણ આવું જ કંઈક બન્યું. જ્યાં છોકરાના લગ્ન ફક્ત એટલા માટે તૂટી ગયા કારણ કે તેનો CIBIL સ્કોર ઓછો હતો.