NVIDIAના CEO જેન્સન હુઆંગના રાજીનામા બાદ ટ્રમ્પે CEO માટે આગળ કર્યું ટિમ કુકનું નામ, જાણો સ્કેન્ડલની આખી કહાની | Moneycontrol Gujarati
Get App

NVIDIAના CEO જેન્સન હુઆંગના રાજીનામા બાદ ટ્રમ્પે CEO માટે આગળ કર્યું ટિમ કુકનું નામ, જાણો સ્કેન્ડલની આખી કહાની

NVIDIA ના CEO જેન્સન હુઆંગે ચાઈનીઝ જાસૂસી સ્કેન્ડલ બાદ રાજીનામું આપી દીધું છે. શેર 12 ટકા તૂટ્યો, રોકાણકારોના 1.58 ટ્રિલિયન ડોલર ડૂબ્યા. ટ્રમ્પે ટિમ કુકનું નામ સૂચવ્યું.

અપડેટેડ 12:28:33 PM Nov 13, 2026 પર
Story continues below Advertisement
અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એલિસ હુઆંગને ચાઈનીઝ જાસૂસ ગણાવી હતી.

Jensen Huang resignation: દુનિયાની સૌથી મોટી AI ચિપ બનાવતી કંપની NVIDIA ના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગના રાજીનામાથી વૈશ્વિક શેર બજારમાં ભૂકંપ આવી ગયો છે. એક તરફ NVIDIA ના શેર ધરાશાયી થઈ ગયા છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા CEO માટે Apple ના પૂર્વ CEO ટિમ કુકનું નામ આગળ કરી દીધું છે. ચાલો જાણીએ આખા મામલાની વિગતે વાત.

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "હવે જ્યારે NVIDIAના CEO જેન્સન હુઆંગે, જેમણે ખૂબ જ શાનદાર કામ કર્યું છે, રાજીનામું આપી દીધું છે, તો તેમની જગ્યા લેવા માટે માત્ર એક જ વ્યક્તિ છે - Apple ના પૂર્વ CEO ટિમ કુક. એક દિગ્ગજની જગ્યા બીજો દિગ્ગજ લેશે."


જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ પાસે કોઈ ખાનગી કંપનીના CEO પદ પર કોઈ વ્યક્તિને નિયુક્ત કરવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. ટ્રમ્પ આના દ્વારા માત્ર બજારને એક સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં NVIDIA ના CFO કોલેટ ક્રેસ ઇન્ટરિમ CEO તરીકે કામ કરશે.

રોકાણકારોના 149 લાખ કરોડ ડૂબ્યા

NVIDIAના શેરમાં અમેરિકી બજાર ખુલતા જ 12 ટકા સુધીનો કડાકો બોલી ગયો. બજાર ખુલતા પહેલા જ શેર 7 ટકાથી વધુ ઘટીને 160.85 ડોલર પર આવી ગયો હતો, જે કંપનીના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર કરતા 34 ટકા ઓછો છે. આ પડતીથી રોકાણકારોના 1.58 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 149 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ નુકસાન ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા કરતા પણ વધુ છે.

NVIDIA સ્કેન્ડલ: ચાઈનીઝ જાસૂસીનો ખુલાસો

આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે ગયા અઠવાડિયે સિંગાપુરની ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની 'મેગાસ્પીડ' ની કર્મચારી એલિસ હુઆંગ સાથે જેન્સન હુઆંગના અફેરનો ખુલાસો થયો. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એલિસ હુઆંગને ચાઈનીઝ જાસૂસ ગણાવી હતી.

આ મામલો શાંત થાય તે પહેલા જ NVIDIAની હેલ્થકેર વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથે પણ જેન્સન હુઆંગના અફેરની વાત સામે આવી. આ ખુલાસાઓ બાદ જેન્સન હુઆંગને પોતાની પત્ની અને બાળકોની જાહેરમાં માફી માંગવી પડી હતી.

રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન બન્યો મામલો

આ મામલો માત્ર વ્યક્તિગત ન રહેતાં NVIDIA કંપની અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગયો. ટ્રમ્પે પણ કહ્યું હતું કે જેન્સન હુઆંગ ચીનના જાસૂસી નેટવર્કનો શિકાર બન્યા છે. આરોપ છે કે એલિસ હુઆંગ NVIDIAની H-100 અને H-200 ચિપ્સ ચીનને સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ એલિસ હુઆંગ પાછી ચીન જતી રહી અને NVIDIA એ જેન્સન હુઆંગ સામે તપાસ શરૂ કરી દીધી. કંપનીના બોર્ડની મીટિંગ પહેલા જ જેન્સન હુઆંગે રાજીનામું આપી દીધું.

આ પણ વાંચો-માઈક્રોસોફ્ટના આઉટલુક અને Microsoft 365 સર્વર અચાનક ઠપ! દુનિયાભરના લાખો યુઝર્સ ઈમેઈલ લોગ-ઈન નથી કરી શકતા, કંપનીએ શું કહ્યું?

MoneyControl News

MoneyControl News

First Published: Nov 13, 2026 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.