ભારતીય રાજકારણમાં સામાન્ય રીતે વિરોધ પક્ષના નેતાઓ સત્તાધારી પક્ષના નેતાઓ પર પ્રહારો કરતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બને છે જે બધાને ચોંકાવી દે. આવું જ કંઈક હવે બન્યું છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી છે અને તેમને પોતાનો ગુજરાતી મિત્ર ગણાવ્યા છે. આ સાંભળીને રાજકીય ગલિયારામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.


