પાકિસ્તાની સાંસદનો ચોંકાવનારો ખુલાસો: ભારતના બજેટ સામે પાકિસ્તાન નહીં ટકી શકે, UP સાથે કરી સરખામણી
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં પાકિસ્તાનનું દેવું વધીને 76,000 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયું છે. આમાં 51,500 અબજ રૂપિયાનું દેવું સ્થાનિક બેંકો પાસેથી અને 24,500 અબજ રૂપિયાનું દેવું વિદેશી સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં પાકિસ્તાનનું દેવું વધીને 76,000 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયું છે.
પાકિસ્તાનની સંસદમાં સાંસદ ગોહર અલી ખાને પોતાની સરકારની બજેટ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું ઉદાહરણ આપીને પાકિસ્તાનની આર્થિક નીતિઓની ખામીઓ ઉજાગર કરી. ગોહર અલી ખાને શહબાઝ શરીફ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, પાકિસ્તાનનું કુલ બજેટ 62 અબજ ડોલર છે, જ્યારે ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું બજેટ 97 અબજ ડોલર છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનનું કુલ રેવન્યૂ 50 અબજ ડોલર છે, જ્યારે ઉત્તર પ્રદેશનું રેવન્યૂ 80 અબજ ડોલર છે.
ભારતનું ઉદાહરણ આપી સરકારને બતાવ્યો અરીસો
ગોહર અલી ખાને પાકિસ્તાનની સંસદમાં ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે, ભારતે તેના બજેટમાં આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ વધાર્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10,000 નવી મેડિકલ સીટો ઉમેરવાની જાહેરાત કરી છે, જ્યારે પાકિસ્તાનમાં આરોગ્ય બજેટમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ભારતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રિસર્ચ માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જ્યારે પાકિસ્તાનના બજેટમાં AIનો કોઈ ઉલ્લેખ નથી. ખાને ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, વિકસિત દેશો આરોગ્ય અને શિક્ષણમાં રોકાણ વધારી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનમાં મૂળભૂત ક્ષેત્રોમાં જ કાપ મૂકવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનનું દેવું 76,000 અબજ રૂપિયા સુધી પહોંચ્યું
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં પાકિસ્તાનનું દેવું વધીને 76,000 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયું છે. આમાં 51,500 અબજ રૂપિયાનું દેવું સ્થાનિક બેંકો પાસેથી અને 24,500 અબજ રૂપિયાનું દેવું વિદેશી સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યું છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ વર્ષે 2.7 ટકાના દરે વૃદ્ધિ કરે તેવી શક્યતા છે. પાકિસ્તાનના નાણા મંત્રીનું કહેવું છે કે, અર્થવ્યવસ્થા છેલ્લા બે વર્ષથી સુધારાના માર્ગે છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આ પ્રક્રિયા વધુ મજબૂત થઈ છે.
A Pakistani lawmaker acknowledged in Parliament that Pakistan's national budget is $62 billion, compared to $97 billion for the Indian state of Uttar Pradesh (UP) alone. Pakistan's total revenue stands at $50 billion, while UP's revenue reaches $80 billion.#OperationSindoorpic.twitter.com/lbRkdJ7SZp
ગોહર અલી ખાનના આ નિવેદન બાદ પાકિસ્તાનની સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો. તેમના આ બયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ધ્યાન ખેંચ્યું છે અને તે વાયરલ થઈ રહ્યું છે. ખાનના આ નિવેદનથી પાકિસ્તાનની આર્થિક નીતિઓ અને ભવિષ્યની ચિંતાઓ પર ચર્ચા તેજ થઈ છે. જો આવી જ નીતિઓ ચાલુ રહી, તો દેશના ભવિષ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે, એવી ચેતવણી પણ ખાને આપી.