Punjab Flood Relief: રિલાયન્સ ફાઉન્ડેશનને પંજાબના પૂર પીડિતો માટે લંબાવ્યો મદદનો હાથ, કરી 10 મોટી જાહેરાતો
Punjab Flood Relief: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પંજાબના પૂર પીડિતો માટે 10 મોટી રાહત જાહેરાતો. ડ્રાય રાશન, સ્વચ્છતા કીટ, પશુધન સહાય અને જીઓ નેટવર્કની પુનઃસ્થાપના સાથે તાત્કાલિક મદદ. વધુ જાણો!
રિલાયન્સ રિટેલ, ફાઉન્ડેશન અને સ્વયંસેવકો સાથે મળીને 21 આવશ્યક વસ્તુઓની ડ્રાય રાશન અને સ્વચ્છતા કીટ પંચાયતો દ્વારા ઓળખાયેલા પ્રભાવિત સમુદાયોને પહોંચાડી રહ્યા છે.
Punjab Flood Relief: પંજાબમાં આવેલા વિનાશકારી પૂરને પગલે રિલાયન્સ ફાઉન્ડેશને વ્યાપક રાહત કાર્ય શરૂ કર્યું છે. રાજ્ય પ્રશાસન, સ્થાનિક પંચાયતો અને હિતધારકો સાથે મળીને રિલાયન્સની ટીમો અમૃતસર અને સુલ્તાનપુર લોધીના સૌથી વધુ પ્રભાવિત ગામોમાં તાત્કાલિક રાહત પહોંચાડી રહી છે.
અનંત અંબાણીનો સંદેશ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ કહ્યું, "આ દુઃખની ઘડીમાં અમે પંજાબના લોકો સાથે છીએ. ઘણા પરિવારોએ ઘર, આજીવિકા અને સુરક્ષા ગુમાવી છે. રિલાયન્સ પરિવાર તેમની સાથે ઊભો છે, ખોરાક, પાણી, આશ્રય અને પશુઓની સંભાળ પૂરી પાડી રહ્યો છે."
રિલાયન્સની 10 મોટી જાહેરાતો
પોષણ સહાય: 10,000 પ્રભાવિત પરિવારો માટે ડ્રાય રાશન કીટ.
વાઉચર સહાય: 1,000 સૌથી નબળા પરિવારો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે ₹5,000ની નાણાકીય સહાય.
સામુદાયિક રસોડું: તાત્કાલિક ખોરાક માટે ડ્રાય રાશનની વ્યવસ્થા.
પીવાનું પાણી: પાણીના ફિલ્ટર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું.
આશ્રય સહાય: વિસ્થાપિત પરિવારો માટે તાડપત્રી, ગ્રાઉન્ડશીટ, મચ્છરદાની અને બેડિંગ સાથેની કીટ.
જનસ્વાસ્થ્ય: રોગચાળો રોકવા સ્વાસ્થ્ય જાગૃતિ સેશન અને પાણીના સ્ત્રોતોનું જંતુનાશન.
સ્વચ્છતા કીટ: દરેક પરિવાર માટે સ્વચ્છતાની આવશ્યક વસ્તુઓ.
પશુધન સંભાળ: 5,000 પશુઓ માટે 3,000 સાયલેજ બંડલ, દવાઓ અને ટીકા.
વંતારા ટીમ: 50+ સભ્યોની ટીમ પશુઓના બચાવ, ઉપચાર અને મૃત પશુઓના વૈજ્ઞાનિક દાહ સંસ્કાર માટે કામ કરે છે.
જીઓ કનેક્ટિવિટી: NDRF સાથે મળીને 100% નેટવર્ક પુનઃસ્થાપના.
રાશન અને સ્વચ્છતા કીટનું વિતરણ
રિલાયન્સ રિટેલ, ફાઉન્ડેશન અને સ્વયંસેવકો સાથે મળીને 21 આવશ્યક વસ્તુઓની ડ્રાય રાશન અને સ્વચ્છતા કીટ પંચાયતો દ્વારા ઓળખાયેલા પ્રભાવિત સમુદાયોને પહોંચાડી રહ્યા છે. રિલાયન્સે જણાવ્યું કે તેઓ પંજાબના લોકો સાથે આ સંકટની ઘડીમાં ખડેપગે ઊભા છે. જમીની સ્તરે સામૂહિક કાર્યવાહી, કાળજી અને સહાનુભૂતિ સાથે રાજ્યને ઝડપથી અને વ્યાપક રીતે પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.