ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહેલા રોહિત દ્વારા ભાડે અપાયેલા આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ - ધ પાર્કમાં આવેલું છે, જે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના લોઅર પરેલમાં પોતાની મિલકત 2.60 લાખ રૂપિયાના માસિક ભાડા પર આપી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈના લોઅર પરેલમાં પોતાની મિલકત 2.60 લાખ રૂપિયાના માસિક ભાડા પર આપી છે. આ માહિતી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર ઉપલબ્ધ મિલકત રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાંથી મેળવવામાં આવી છે, જેની સ્ક્વેર યાર્ડ્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. આ ટ્રાન્જેક્શન જાન્યુઆરી 2025માં નોંધાયેલો હતો. આપને જણાવી દઈએ કે મુંબઈમાં લોઅર પરેલ શહેરના મુખ્ય આવાસ અને વ્યાપારી કેન્દ્રોમાંથી એક છે, જે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને નરીમાન પોઈન્ટ જેવા બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ સાથે ઉત્તમ કનેક્ટિવિટી સાથે પ્રીમિયમ લિવિંગ સ્પેસ ઓફર કરે છે.
આ પ્રોજેક્ટ લોઢા ગ્રુપે કર્યો છે ડેવલપ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહેલા રોહિત દ્વારા ભાડે લેવાયેલ આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ - ધ પાર્કમાં આવેલું છે, જે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે. સ્ક્વેર યાર્ડ્સ અનુસાર, આ લીઝ ટ્રાન્ઝેક્શન માટે રૂપિયા 16,300ની સ્ટેમ્પ ડ્યુટી અને રૂપિયા 1000નો રજિસ્ટ્રેશન ચાર્જ લાગુ પડે છે.
રોહિતે તેના પિતા સાથે મળીને બે એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા
IGR પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો દર્શાવે છે કે આ એપાર્ટમેન્ટ રોહિત શર્મા અને તેના પિતા ગુરુનાથ શર્મા દ્વારા માર્ચ 2013માં 5.46 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને તેને 2.6 લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું છે, જે 6% ભાડાની ઉપજ દર્શાવે છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને તેના પિતાએ વર્ષ 2013માં આ પ્રોજેક્ટમાં 2 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા, જેમાંથી એકની કિંમત 5.46 કરોડ રૂપિયા અને બીજાની કિંમત 5.70 કરોડ રૂપિયા હતી. રોહિતે ઓક્ટોબર 2024માં 5.70 કરોડ રૂપિયામાં ખરીદેલું એપાર્ટમેન્ટ ભાડે આપ્યું હતું, જેમાંથી તેને માસિક 2.65 લાખ રૂપિયાનું ભાડું મળી રહ્યું છે.
રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં
રોહિત શર્મા હાલમાં તેની આખી ટીમ સાથે દુબઈમાં છે, જ્યાં ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી બે મેચમાં પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવ્યા બાદ, રોહિતની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી ગઈ છે. હાલમાં, ભારતીય ક્રિકેટ ટીમ લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ છેલ્લી લીગ મેચ 2 માર્ચ, રવિવારના રોજ દુબઈમાં રમાશે.