વૈશ્વિક સ્તરે GEN Z (13 થી 28 વર્ષની ઉંમર) નિરાશા અને અસંતોષનો સામનો કરી રહી છે. નેપાળમાં આ અસંતોષે બળવાનું સ્વરૂપ લીધું, જેનાથી સરકારનું પતન થયું. અમેરિકા જેવા દેશોમાં પણ યુવાનો એકલતા અને સ્પર્ધાના ડરથી પીડાય છે. પરંતુ આવા સમયમાં યુરોપના નાનકડા દેશ લિથુઆનિયાના યુવાનો ‘વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સ’માં ટોચ પર છે. 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોએ પોતાની ખુશીને 10માંથી 8 ગુણ આપ્યા. આ ખુશી પાછળનું રહસ્ય શું?