Samsung smartphone theft: લંડનના હીથ્રો એરપોર્ટ નજીક એક મોટી ચોરીની જાણ કરવામાં આવી છે, જ્યાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7, ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 અને ગેલેક્સી એસ25 સીરીઝ સહિત લગભગ 12,000 નવા સેમસંગ સ્માર્ટફોનથી ભરેલા ટ્રક ચોરાઈ ગયા હતા. 9 જુલાઈના રોજ વૈશ્વિક લોન્ચ પછી આ ફોનને વેરહાઉસમાં લઈ જવામાં આવી રહ્યા હતા.
આ પહેલો કિસ્સો નથી જ્યાં મોટી સંખ્યામાં સ્માર્ટફોનની ચોરી થઈ હોય.
Samsung smartphone theft: લંડનના હીથ્રો એરપોર્ટ નજીક એક મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં Samsungના 12,000 નવા સ્માર્ટફોન, જેમાં Galaxy Z Fold 7, Galaxy Z Flip 7 અને Galaxy S25 સિરીઝનો સમાવેશ થાય છે, તેની સાથે Galaxy Watch 8 પણ ચોરાઈ ગયા. આ ફોન્સ 9 જુલાઈના ગ્લોબલ લોન્ચ બાદ એક વેરહાઉસમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ટ્રકને નિશાન બનાવવામાં આવી. ચોરાયેલા ફોન્સની કિંમત આશરે 91 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ ઘટના યુકેની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ ચોરીઓમાંથી એક માનવામાં આવે છે.
ચોરીની વિગતો
એક અહેવાલ મુજબ, આ ચોરી ત્યારે થઈ જ્યારે Samsungના સ્માર્ટફોનથી ભરેલી ટ્રક હીથ્રો એરપોર્ટથી વેરહાઉસ તરફ જઈ રહી હતી. ટ્રકમાં 5,000 Galaxy Z Fold 7, 5,000 Galaxy Z Flip 7, 5,000 Galaxy Watch 8 અને Samsung Galaxy S25 સિરીઝ તેમજ Galaxy A16 સ્માર્ટફોન હતા. Z Flip 7ની કિંમત 1.12 લાખ રૂપિયા અને Z Fold 7ની કિંમત 1.92 લાખ રૂપિયા હોવાથી આ શિપમેન્ટ ચોરો માટે આકર્ષક નિશાન બન્યું હતું.
હીથ્રો એરપોર્ટનો ઇતિહાસ
હીથ્રો એરપોર્ટ એક મોટું લોજિસ્ટિક્સ હબ હોવાથી અગાઉ પણ આવી ઘટનાઓનો સામનો કરી ચૂક્યું છે. યુકે પોલીસના જણાવ્યા અનુસાર, ચોરાયેલા 75% સ્માર્ટફોન 72 કલાકની અંદર દેશની બહાર તસ્કરી કરી લેવામાં આવે છે, જેના કારણે તેને પાછા મેળવવું લગભગ અશક્ય બની જાય છે. આ વર્ષે શરૂઆતમાં, હીથ્રો નજીક 1,000 ચોરાયેલા સ્માર્ટફોન રિકવર કરાયા હતા, જેનાથી કાર્ગો ટ્રાન્ઝિટ દરમિયાન સુરક્ષા ખામીઓની ચિંતા વધી હતી.
Samsungનું કોઈ નિવેદન નહીં
Samsungએ આ ચોરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અનઑફિશિયલ કે શંકાસ્પદ સોર્સમાંથી ડિવાઇસ ન ખરીદે અને ખરીદી પહેલાં IMEI નંબર ચેક કરે, જેથી ખાતરી થઈ શકે કે ફોન બ્લેકલિસ્ટેડ નથી. આવા ચોરાયેલા ફોન્સ ઘણીવાર ગ્રે માર્કેટમાં વેચાય છે, પરંતુ તેને કંપની તરફથી વોરંટી કે સપોર્ટ મળતો નથી.
આવી ઘટનાઓ નવી નથી
આ પહેલો કિસ્સો નથી જ્યાં મોટી સંખ્યામાં સ્માર્ટફોનની ચોરી થઈ હોય. 2020માં ભારતમાં Samsung Galaxy સ્માર્ટફોનના પાર્ટ્સની ચોરી થઈ હતી, જેની કિંમત 3.30 લાખ ડોલર હતી. નોઈડા પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, 2023માં અમેરિકામાં એક ફિલ્મી અંદાજમાં Apple સ્ટોરમાંથી 436 iPhonesની ચોરી થઈ હતી, જેની કિંમત 4 કરોડ રૂપિયા હતી. ચોરોએ કોફી શોપના બાથરૂમથી સ્ટોર સુધી ટનલ ખોદીને આ ચોરીને અંજામ આપ્યો હતો.