સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીએ ક્રિકેટની દુનિયાથી અલગ રસ્તો પસંદ કર્યો છે. 21 વર્ષની સનાએ કોર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી કરી છે. તે એક મોટી MNCમાં કામ કરે છે. તેમણે યુસીએલમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. HSBC, KPMG, Goldman Sachs, Barclays, ICICI જેવી મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પણ કરી છે. સનાએ PwC અને Deloitteમાં ઈન્ટર્નશિપ કરીને પણ પોતાની સ્કીલ બતાવી છે. પીડબ્લ્યુસીમાં ઇન્ટર્નશિપ પેકેજ વાર્ષિક આશરે રુપિયા 30 લાખ હતું. એ જ રીતે, ડેલોઇટમાં ઇન્ટર્નશિપ પેકેજ વાર્ષિક રુપિયા 5 થી 12 લાખ સુધી હોઇ શકે છે, ભારતીય ક્રિકેટના દિગ્ગજ સૌરવ ગાંગુલીની પુત્રી સનાએ તેના પિતાના પગલે ચાલવાને બદલે પોતાનું આગવું સ્થાન બનાવવાનું નક્કી કર્યું છે. ક્રિકેટની પીચને બદલે સનાએ કોર્પોરેટ જગતમાં પોતાની ઓળખ બનાવી છે. તે એક મોટી MNCમાં કામ કરે છે. તેણીને ખૂબ સારું પગાર પેકેજ પણ મળી રહ્યું છે. 2001માં જન્મેલી સના માત્ર 21 વર્ષની છે.