Car black film: કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું, 3 હજારનો દંડ | Moneycontrol Gujarati
Get App

Car black film: કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું, 3 હજારનો દંડ

Surat: પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. કારના કાળા કાચ, પીયુસી-વીમો ન હોવું પોલીસકર્મીને ભારે પડ્યું. પોલીસકર્મીને 3 હજારનો દંડ કરાયો

અપડેટેડ 03:54:37 PM Aug 18, 2023 પર
Story continues below Advertisement
Surat: પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું

સુરતઃ શહેરમાં પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ હટાવી દંડ ફટકારાયો છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરનારા લોકો સામે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી પોલીસકર્મીને 3 હજારનો દંડ કરાયો છે. તેમજ પોલીસકર્મી પાસે પીયુસી તથા વીમો પણ ન મળતા ડિંડોલી પોલીસ સ્ટેશનના PIએ સ્થળ પર પહોંચી દંડ વસુલી કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી.

પોલીસકર્મીને 3 હજારનો દંડ

વકીલે પોલીસકર્મીને ટ્રાફિક નિયમનું ભાન કરાવ્યું છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને કારમાં બ્લેક ફિલ્મ માટે દંડ ભરાવડાવ્યો છે. પોલીસની ગાડીમાં લાગેલ કાળી ફિલ્મ ઉતારી 3000નો મેમો ભરાવ્યો છે. સાંઈ પોઇન્ટ ડીંડોલી ખાતેની આ ઘટના છે. જ્યારે કારમાં કાળા કાચ, પોલીસનું ટેગ, પીયુસી અને વીમો ન હતો. ડીંડોલી સર્કલ PIએ સ્થળ પર આવી 3000નો દંડ વસૂલ કર્યો હતો. PIએ જ કારના કાચ પરની કાળી ફિલ્મ હટાવડાવી હતી. એડવોકેટ મેહુલ બોઘરાએ વધુ એક પોલીસ કર્મીને કાયદાનું ભાન કરાવ્યું છે.


વડીલોએ ઉત્તમ દાખલો બેસાડ્યો

બીજી બાજુ, સુરતમાં વડીલોએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ટ્રાફિકજામ થઈ જતાં વડીલોએ પોતે ઉતરીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો, જ્યારે યુવાનો તમાશો જોતા રહી ગયા હતા. વેસુ સોમેશ્વર જંકશન નજીક ભારે ટ્રાફિકજામ થઈ જતાં સિનિયર સિટીઝનોએ ટ્રાફિક મેનેજમેન્ટ કર્યું હતું. રસ્તા પર ઉતરીને ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો કર્યા અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો - Health Tips: શું તમે વધુ પાણી તો નથી પી રહ્યાં ને? 8 ગ્લાસ પાણીની થીઅરી કેમ પડી રહી છે ખોટી, જાણો નવું રિસર્ચ શું કહે છે?

MoneyControl News

MoneyControl News

First Published: Aug 18, 2023 3:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.