ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન માટે રહ્યું અત્યંત ખરાબ, 869 કરોડનો લાગ્યો ચૂનો, હવે ખેલાડીઓના સેલેરી પર અસર
પાકિસ્તાને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે રાવલપિંડી, લાહોર અને કરાચીમાં સ્ટેડિયમને અપગ્રેડ કરવા માટે લગભગ 18 અબજ પાકિસ્તાની રૂપિયા ($58 મિલિયન) ખર્ચ્યા. પરંતુ આ ખર્ચ નિશ્ચિત બજેટ કરતા 50% વધુ હતો.
હવે આ નુકસાનની અસર એ થઈ છે કે પાકિસ્તાન નેશનલ ટી20 ચેમ્પિયનશિપની મેચ ફીમાં 90%નો ઘટાડો કરવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન ફક્ત પાકિસ્તાન માટે જ નહીં પરંતુ તેના ખેલાડીઓ માટે પણ એક મોટી સમસ્યા બની ગયું છે. પહેલા તો પાકિસ્તાનની ટીમે ઘરઆંગણે શરમજનક પ્રદર્શન કર્યું અને હવે આ ટુર્નામેન્ટને કારણે પાકિસ્તાનના લોકલ ખેલાડીઓના પગારમાં પણ ઘટાડો થયો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને વધુ નુકસાન થયું છે. અહેવાલો અનુસાર, ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાને કારણે PCB ને લગભગ 85 મિલિયન યુએસ ડોલર (869 કરોડ રૂપિયા)નું મોટું નુકસાન થયું છે.
આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં ઘરઆંગણે ફક્ત એક જ મેચ રમી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.
પાકિસ્તાનને થયું ભારે નુકસાન
પાકિસ્તાને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે રાવલપિંડી, લાહોર અને કરાચીમાં સ્ટેડિયમને અપગ્રેડ કરવા માટે લગભગ 18 અબજ પાકિસ્તાની રૂપિયા ($58 મિલિયન) ખર્ચ્યા. પરંતુ આ ખર્ચ નિશ્ચિત બજેટ કરતાં 50% વધુ હતો. આ ઉપરાંત, PCB એ ટુર્નામેન્ટની તૈયારીઓમાં $40 મિલિયનનો ખર્ચ પણ કર્યો હતો. જોકે, બદલામાં તેને હોસ્ટિંગ ફી તરીકે માત્ર $6 મિલિયન મળ્યા. ટિકિટ વેચાણ અને સ્પોન્સરશિપમાંથી ખૂબ જ ઓછી આવક થઈ.
ખેલાડીઓ પર અસર
એકંદરે PCBને ટુર્નામેન્ટમાંથી લગભગ $85 મિલિયન (રુપિયા 869 કરોડ)નું નુકસાન થયું. હવે આ નુકસાનની અસર એ થઈ છે કે પાકિસ્તાન નેશનલ ટી20 ચેમ્પિયનશિપની મેચ ફીમાં 90%નો ઘટાડો કરવામાં આવ્યો છે. રિઝર્વ ખેલાડીઓને પેમેન્ટમાં 87.5%નો ઘટાડો કરવામાં આવ્યો. પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર, PCBએ કોઈપણ ઓફિશિયલ જાહેરાત વિના નેશનલ T20 ચેમ્પિયનશિપની મેચ ફી 40,000 રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા કરી દીધી હતી. જોકે, PCBના ચેરમેન મોહસીન નકવીએ આ નિર્ણય કેન્સલ કર્યો અને બોર્ડના લોકલ ક્રિકેટ વિભાગને તેની ફરીથી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો.
અત્યાર સુધી બોર્ડે ખેલાડીઓને આપવામાં આવનારી નવી ફીની ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પ્રતિ મેચ 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા 10,000 રૂપિયા ઓછી છે.