Ultra Rich People: ભારત કરતાં પણ આ 10 દેશોમાં રહે છે વધુ અલ્ટ્રા-રિચ લોકો, એક દેશ તો હરિયાણાથી પણ નાનો!
Ultra Rich People: ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં, 30 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા અલ્ટ્રા-રિચ લોકોની સંખ્યામાં વિશ્વમાં 11મા ક્રમે છે. જાણો કયા 10 દેશો ભારતથી આગળ છે, જેમાં એક દેશ તો વસ્તી અને વિસ્તારમાં ઉત્તરાખંડ અને હરિયાણા કરતાં પણ નાનો છે.
સૌથી રસપ્રદ આંકડો સ્વિટ્ઝર્લેન્ડનો છે. યુરોપના 'પ્લેગ્રાઉન્ડ' તરીકે ઓળખાતા આ દેશમાં 14,734 અલ્ટ્રા-રિચ લોકો છે.
Ultra Rich People: આપણે બધા જાણીએ છીએ કે ભારત આજે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને ચોથા નંબરની મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. આટલી મોટી તાકાત હોવા છતાં, જ્યારે અલ્ટ્રા-રિચ લોકોની વાત આવે છે, ત્યારે આપણો દેશ દુનિયાના ઘણા નાના દેશો કરતાં પણ પાછળ છે. 'અલ્ટ્રા-રિચ' એટલે એવા લોકો જેમની નેટવર્થ $30 Million લગભગ 2,65,85,55,000 કરતાં વધારે હોય. આ લિસ્ટમાં ભારત 11મા નંબર પર છે અને 10 દેશો ભારતથી આગળ છે.
અમેરિકા છે આ લિસ્ટમાં 'કિંગ'
આખા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું અમેરિકા આ લિસ્ટમાં પહેલા નંબરે છે. અહીં કુલ 225,077 લોકોની સંપત્તિ $30 મિલિયન કરતાં વધારે છે. દુનિયાના ટોપ 10 અમીરોમાંથી 9 લોકો તો માત્ર આ જ દેશના છે. અમેરિકાની આ આંકડાની નજીક પણ કોઈ દેશ નથી.
ચીન બીજા ક્રમે, યુરોપના દેશોની બોલબાલા
વસ્તીમાં બીજા નંબરે અને અર્થવ્યવસ્થામાં બીજા નંબરે રહેલું ચીન આ લિસ્ટમાં બીજા ક્રમે છે. અહીં અલ્ટ્રા-રિચ લોકોની સંખ્યા 98,551 છે.
આ પછીના નંબરો પર યુરોપના અને એશિયા-પેસિફિકના ઘણા વિકસિત દેશો આવે છે:
જર્મની: યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જર્મનીમાં 29,021 અલ્ટ્રા-રિચ લોકો છે.
કેનેડા: અહીં 27,928 લોકોની નેટવર્થ $30 Millionથી વધુ છે.
ફ્રાન્સ: આ લિસ્ટમાં ફ્રાન્સ 24,941 લોકો સાથે પાંચમા ક્રમે છે.
યુકે UK: યુનાઇટેડ કિંગડમમાં આ આંકડો 23,072 છે.
જાપાન: જાપાનમાં 21,710 અલ્ટ્રા-રિચ લોકો રહે છે.
ઇટાલી: અહીં 15,952 લોકો આ શ્રેણીમાં આવે છે.
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં તેમની સંખ્યા 15,347 છે.
સ્વિટ્ઝર્લેન્ડ: સૌથી રસપ્રદ આંકડો સ્વિટ્ઝર્લેન્ડનો છે. યુરોપના 'પ્લેગ્રાઉન્ડ' તરીકે ઓળખાતા આ દેશમાં 14,734 અલ્ટ્રા-રિચ લોકો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્વિટ્ઝર્લેન્ડની કુલ વસ્તી આપણા ઉત્તરાખંડ રાજ્ય કરતાં પણ ઓછી છે અને તેનું ક્ષેત્રફળ આપણા હરિયાણા રાજ્ય કરતાં પણ નાનું છે!
ભારત કયા નંબરે?
આ લિસ્ટમાં વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો આપણો દેશ ભારત 11મા નંબરે છે. ભારતમાં કુલ 13,263 લોકો એવા છે જે 30 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવે છે. ભારત પછીના ક્રમે સ્પેન 10,149, નેધરલેન્ડ 8,390, તાઇવાન 7,640, સાઉથ કોરિયા 7,310, હોંગકોંગ 5,957, સિંગાપોર 4,783, સ્વીડન 4,125, ન્યૂઝીલેન્ડ 2,587 અને નોર્વે 2,276 જેવા દેશોનો નંબર આવે છે.
આ આંકડા દર્શાવે છે કે ભારત ભલે વસ્તી અને GDPના આંકડામાં મોટો હોય, પણ પ્રતિ વ્યક્તિ આવક અને સંપત્તિના મામલામાં હજુ આપણે ઘણા વિકસિત દેશો કરતાં પાછળ છીએ.