આ તે કેવી ઉજવણી, અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા! ભાજપના નેતાનો ફોટો લગાવી બકરીનું ગળું કાપ્યું.. થવી જોઇએ સજા | Moneycontrol Gujarati
Get App

આ તે કેવી ઉજવણી, અબોલ પશુઓ સાથે આવી ક્રૂરતા! ભાજપના નેતાનો ફોટો લગાવી બકરીનું ગળું કાપ્યું.. થવી જોઇએ સજા

વાયરલ વીડિયોઃ ભારતીય જનતા પાર્ટીના આઈટી ચીફ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, 'અન્નામલાઈનો ચહેરો લગાવીને એક બકરીની બલી ચઢાવી દેવાઇ.

અપડેટેડ 01:39:16 PM Jun 06, 2024 પર
Story continues below Advertisement
વાયરલ વીડિયોઃ ભારતીય જનતા પાર્ટીના આઈટી ચીફ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે.

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને એનડીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો જાહેરમાં બકરીનું ગળું ક્રૂરતાપૂર્વક કાપતા જોવા મળે છે. આટલું જ નહીં બકરીના મૃતદેહને રસ્તા પર ખેંચીને લઈ જતો જોવા મળે છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વિપક્ષી ગઠબંધનમાં સામેલ DMK સમર્થકોએ બકરીના ચહેરા પર બીજેપી નેતાનો ફોટો લગાવીને આવું કર્યું છે.

વાયરલ વીડિયોમાં શું છે

બીજેપીના આઈટી ચીફ અમિત માલવિયાએ એક વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, 'અન્નામલાઈનો ચહેરો લગાવીને ધોળા દિવસે એક બકરીની જાહેરમાં બલી ચઢાવી દેવાઈ. આ રીતે અન્નામલાઈના રાજકીય વિરોધીઓએ તામિલનાડુમાં ડીએમકેની 'વિજય'ની ઉજવણી કરી.' તેમણે તેને અસંસ્કારી ગણાવ્યું. સાથે લખ્યું કે, 'જો સનાતન વિરોધી ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ હિન્દુઓને આ રીતે ખત્મ કરશે'


લોકસભાના પરિણામો

મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ડીએમકેને 22 સીટો પર જીત મળી છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસને 9 બેઠકો મળી છે. તમિલનાડુમાં ભાજપ એકપણ બેઠક જીતી શક્યું ન હતું અને પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈને કોઈમ્બતુર બેઠક પરથી ડીએમકેના નેતા ગણપતિ રાજકુમાર પી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિયાના સહયોગી પક્ષોએ રાજ્યમાં સાથે મળીને ચૂંટણી લડી હતી. તે જ સમયે, 543માંથી NDAને 293 બેઠકો મળી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 234 બેઠકો મળી હતી.

આ પણ વાંચો -Modi Government 3.0: મોદી સરકાર 3.0 સાથે 'સંકલન' કરવા અમેરિકાથી ભારત આવશે આ અધિકારી, જાણો ખાસ વાત

MoneyControl News

MoneyControl News

First Published: Jun 06, 2024 1:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.