દુબઈમાં સોનું કેમ છે સસ્તું? શા માટે દુબઈના Goldની પાછળ પડ્યા રહે છે સ્મગલર? જાણી લો તેનું સાચું કારણ
Ranya Rao Case: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી 14 કિલો સોનાની દાણચોરી (સ્મગલિંગ) કરતા ઝડપાઈ છે. ત્યારે ફરી લોકોના મનમાં સવાલો ઉભા થઈ ગયા છે કે, દુબઈ, UAE કે ગલ્ફ દેશોમાંથી જ ભારતમાં ગોલ્ડ શા માટે સ્મગલિંગ કરવામાં આવે છે? શું દુબઈમાં ગોલ્ડ ભારત કરતાં સસ્તું મળે છે? જો તે સસ્તામાં મળે છે તો તે કેટલું સસ્તું છે?
Kannada Actress Ranya Rao Case: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી 14 કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાઈ છે.
Kannada Actress Ranya Rao Case: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી 14 કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાઈ છે. કેરલના રાજકીય વર્તુળોમાં ઊંચી પહોંચ ધરાવતા સ્વપ્ના સુરેશ પર પણ UAEથી સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો છે. દુબઈથી સોનાની દાણચોરીનું કન્સાઈનમેન્ટ ઝડપાયું હોવાના સમાચારો આપણે દરરોજ જોઈએ છીએ. ત્યારે સવાલ ચોક્કસ થાય કે દુબઈ, UAE કે ગલ્ફ દેશોમાંથી જ ભારતમાં ગોલ્ડ શા માટે સ્મગલિંગ કરવામાં આવે છે? શું દુબઈમાં ગોલ્ડ ભારત કરતાં સસ્તું મળે છે? જો તે સસ્તામાં મળે છે તો તે કેટલું સસ્તું છે? આસાન શબ્દોમાં કહીએ તો દુબઈમાં ભારતની સરખામણીમાં સોનાના નીચા ભાવ ત્યાંથી ભારતમાં સોનાની દાણચોરીનું મુખ્ય કારણ છે.
સોનાની કિંમત ભારતમાં કેટલી ચાલી રહી છે?
આપને જણાવી દઇએ કે આપણા દેશણાં હાલ 24 કેરેટ સોનાનો ભાવ 87,000થી 88,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે ચાલી રહ્યો છે. લોકલ માર્કેટ અને શહેરને આધારે થોડો તફાવત હોઈ શકે છે. આ કિંમતમાં 15% આયાત ડ્યુટી (10% બેઝિક કસ્ટમ ડ્યુટી + 5% GST) પણ સામેલ છે. આ ઉપરાંત જ્વેલર્સના મેકિંગ ચાર્જ અને અન્ય સ્થાનિક ટેક્સ પણ ઉમેરવામાં આવે છે. ભારતમાં સોનાની લગડીઓ પર મેકિંગ ચાર્જ 5 ટકાથી શરૂ થઈને 25થી 28 ટકા સુધી લાગે છે. આવી જ રીતે સોનાની લગડીઓ અથવા સોનાના દાગીનાની કિંમત વર્તમાન વેલ્યૂના હિસાબથી એક લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જાય છે. ધ્યાનમાં રાખો કે સોનાના ભાવ દરરોજ બદલાય છે અને તેથી આ ગણિત દરરોજ 500 કે 1000 રૂપિયા બદલાઈ શકે છે.
દુબઈમાં ભારત કરતા ગોલ્ડ સસ્તું
જો આપણે ભારતમાં સોનાના ભાવની સરખામણી દુબઈ સાથે કરીએ તો ત્યાં ગોલ્ડ અહીં કરતાં સસ્તું છે. આજકાલ દુબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 82 હજાર રૂપિયાની આસપાસ છે. પશ્ચિમ એશિયામાં સંકટ, યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવ, સ્ટોક માર્કેટમાં વધઘટ અને ડોલરના ભાવમાં ફેરફારને કારણે સોનાના ભાવ બદલાતા રહે છે. પરંતુ સામાન્ય રીતે દુબઈમાં ગોલ્ડ ભારત કરતાં ઓછી કિંમતે વેચાય છે.
UAEમાં ગોલ્ડ ટેક્સ-ફ્રી
છેલ્લા 3 મહિનામાં UAEમાં સોનાની કિંમતો ભારત કરતાં સરેરાશ 2000થી 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછી રહી છે. આ તફાવત મુખ્યત્વે ભારતની 15% આયાત જકાત અને GSTને કારણે છે, જ્યારે UAEમાં ગોલ્ડ ટેક્સ-ફ્રી અથવા મિનિમમ 5% VATની સાથે મળે છે. કારણ કે અહીં કોઈ વેટ અથવા ઈમ્પોર્ટ ડ્યુટી નથી. નોંધનીય છે કે, ઓઈલ મામલે ધનવાન UAEમાં સોનાની ખરીદી પર કોઈપણ પ્રકારનો ટેક્સ નથી લાગતો. તેથી સોનાની જે કિંમતો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હોય છે, ત્યાં સામાન્ય વધારાની સાથે તે કિંમતે ગોલ્ડ મળી જાય છે. જ્યારે ભારતમાં એવી સ્થિતિ નથી. ભારતમાં સોના પર ટેક્સ લાગ્યા બાદ તેની કિંમતો વધી જાય છે. આ જ કારણ છે કે ભારતીય ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગ દુબઈથી સસ્તામાં ગોલ્ડ ખરીદે છે અને પછી તેને ભારતીય બજારમાં વેચીને મોટો નફો કમાય છે.
હલે જો કોઈ વ્યક્તિ કાયદેસર રીતે દુબઈથી એક કિલો ગોલ્ડ લાવવા માંગે છે તો તેને કિંમત સિવાય કેટલા વધારાના રૂપિયા ચૂકવવા પડશે. ઉદાહરણથી સમજીએ તો દુબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ 1 કિલો સોનાની કિંમત 82 લાખ રૂપિયા થશે. જો આના પર 13.75% (12.5% બેઝિક કસ્ટમ ડ્યુટી + 1.25% સોશિયલ વેલફેર સરચાર્જ) ઉમેરવામાં આવે તો કસ્ટમ ડ્યુટી 11,27,500 રૂપિયા થઈ જાય છે. આ પછી 3 ટકા GST ઉમેરવામાં આવે તો આ રકમ 2,79,825 રૂપિયા થાય છે. આ રીતે 82 લાખ ઉપરાંત તેને 14 લાખ 7 હજાર 325 રૂપિયા ચૂકવવા પડશે.
ભારતમાં સોનાની દાણચોરીનું મુખ્ય કારણ આ ડ્યુટી અને ટેક્સની ચોરી કરવી છે. આ ડ્યુટી અને ટેક્સ વેપાર સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સરકારની આવકનો એક સ્ત્રોત પણ છે. પરંતુ જો કોઈ દાણચોર ગુપ્ત રીતે એક કિલોગ્રામ ગોલ્ડ ભારતમાં લાવે તો સરકારને લાખોનું નુકસાન થાય છે અને દાણચોરને લાખોનો ફાયદો થાય છે. તમને જણાવી દઈએ કે, 1 કિલોથી વધારે સોનાને કસ્ટમ ફોર્મમાં જાહેર કરવું ફરજિયાત છે. આમ ન કરવાથી ગોલ્ડ જપ્ત થઈ શકે છે અને દંડ અથવા કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
કિલોથી વધુ ગોલ્ડ લાવવા પર હેવી ડ્યુટી
જો કોઈ વ્યક્તિ 1 કિલોથી વધારે ગોલ્ડ લાવે છે, તો સામાન્ય કસ્ટમ ડ્યુટી 38.5 ટકા લાગે છે. કારણ કે ભારત સરકાર આ સોનાને પર્સનલ યુઝ માટે ખરીદેલું ગોલ્ડ નથી માનતી. તેના બદલે તેને વ્યાપારી હેતુ માટે ખરીદી સમજે છે અને તેથી તેના પર હેવી ડ્યુટી લગાવે છે. જો કોઈ પ્રવાસી 6 મહિનાથી ઓછા સમય માટે વિદેશમાં રહ્યો હોય તો આ દર લાગુ પડે છે. આ 38.5%નું વિભાજન આ મુજબ છે (10% બેઝિક કસ્ટમ ડ્યુટી + 25% વધારાની ડ્યુટી + 3.5% સોશિયલ વેલફેર સરચાર્જ). આ સિવાય 3 ટકા GST પણ છે. કહેવાનો મતલબ એ છે કે 1 કિલોગ્રામથી વધારે સોના પર સામાન્ય રીતે 38.5% કસ્ટમ ડ્યુટી + 3% GST લાગે છે, એટલે કે કુલ 41.5 ટકા ટેક્સ. આ દર પ્રવાસીઓ માટે છે, જેઓ વિદેશથી ગોલ્ડ લાવે છે.
કેટલું છે દુબઈનું ભાડું ?
UAE અને ગલ્ફ દેશોમાંથી સોનાની દાણચોરી માટેના અન્ય પણ કારણો છે. દુબઈ સહિત ગલ્ફના ઘણા શોપિંગ સેન્ટર ભારતની ખૂબ નજીક છે. દુબઈ જવું ખૂબ જ સરળ છે. ઘણી વખત ભારતથી દુબઈનું ભાડું 9 હજાર રૂપિયા હોય છે. આ રકમ તો ભારતના બે શહેરોની વચ્ચેના હવાઈ ભાડા કરતા પણ ઓછી છે. આ દેશોમાંથી દરરોજ સેંકડો ફ્લાઇટ્સ અને જહાજો ભારતમાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાન્યા રાવ છેલ્લા કેટલાક દિવસોમાં 4 વખત દુબઈનો પ્રવાસ કરી ચૂકી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સનું કહેવું છે કે અભિનેત્રી રાન્યા રાવ 15 દિવસમાં 4 વખત દુબઈ ગઈ હતી.