Mahakumbh Mela: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (મહા કુંભ મેળા જિલ્લો)માં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, રેલ્વે મંત્રાલયે એવા અહેવાલોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી મહા કુંભ મેળા દરમિયાન મુસાફરોને ટ્રેનોમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.