ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને કારણે ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને છેલ્લા 4 વર્ષમાં લગભગ રૂપિયા 1.25 લાખ કરોડ ($15 બિલિયન)નું ઉત્પાદન નુકસાન થયું છે. આ સિવાય લગભગ 1 લાખ નોકરીઓ પણ ઓછી સર્જાઈ છે. ચીનના નાગરિકોને વિઝા આપવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા લાંબા વિલંબ અને દેશમાં કાર્યરત ચીની કંપનીઓની તપાસ વચ્ચે આ આંકડો સામે આવ્યો છે. વિવિધ મંત્રાલયોને આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે ભારતને 10 બિલિયન ડોલર (રૂપિયા 83,550 કરોડ)ની નિકાસ અને 2 બિલિયન ડોલરનું મૂલ્ય વધારાનું નુકસાન થયું છે.
ભારત સરકાર ચીની એક્ઝિક્યુટિવની વિઝા અરજીમાં વિલંબ કરી રહી છે
ઉદ્યોગને હાલમાં ચીનના સમર્થનની જરૂર
સંયુક્ત સાહસો રચવા સહિત અનેક કાર્યો માટે ઉદ્યોગને આ ચીની અધિકારીઓની સખત જરૂર છે. ICEA અનુસાર, જ્યારે વર્ષ 2020-21માં મોબાઇલ માટે PLI સ્કીમ શરૂ કરવામાં આવી હતી, ત્યારે એવી અપેક્ષા હતી કે સપ્લાય ચેઇન ચીનથી ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ, સીમા વિવાદ અને ત્યારપછીની પ્રેસ નોટ 3ને કારણે ભારતમાં ઉત્પાદનના વધારા પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. Apple, Oppo, Vivo, Dixon Technologies અને Lava જેવી કંપનીઓ આ એસોસિએશનમાં સામેલ છે. ICEAએ કહ્યું કે અમે દેશને કોઈની સામે ઝુકવાનું નથી કહી રહ્યા. પરંતુ, અત્યારે આપણે ચીન સાથે કામ કરવું પડશે. અમે સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં પણ તેમની મદદ લઈ શકીએ છીએ.
ધરપકડ અને પૂછપરછનો ડ્રેગનને ડર
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના અધિકારીઓ ધરપકડ અને પૂછપરછના ડરથી ભારત આવતા ડરે છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી ચીનની કંપનીઓ દ્વારા રોકાણ પર વધી રહેલી ચકાસણીને કારણે સમસ્યાનો સામનો કરી રહી છે. જો આ કંપનીઓ ભારત છોડવાનું નક્કી કરે છે, તો તેનાથી ગ્રાહકોને અને નોકરીના મોરચે પણ નુકસાન થશે. તાજેતરમાં ચીનની એક કંપનીએ ભારતને બદલે વિયેતનામમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે. ચીનની કંપનીઓને પણ PLI સ્કીમમાં સામેલ કરવામાં આવી નથી.