Pet Dog Rules In Ahmedabad: અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ લેવું પડશે. આ લાઇસન્સ 500થી 1000 રૂપિયા ભરીને મળશે. આ માટે શ્વાનને RFID ચિપ પણ લગાવાશે. શ્વાનના માલિકે શ્વાનનું રસીકરણ કરાવવું પડશે અને તેણે રસીકરણ કરાવ્યું હોવાનું પ્રમાણપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવું પડશે. આ ઉપરાંત શ્વાન રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો છે.
શ્વાન પાળવા માટે રૂપિયા 500થી એક હજાર સુધીનું લાયસન્સ લેવું પડશે. તેમજ ગાયની જેમ શ્વાનને પણ ચિપ લગાવાશે. આગામી દિવસોમાં આ નિયમ મનપા દ્વારા લાગુ કરાશે. મનપાનો મોનીટરીંગ કમિટીની રચના કરવાનો પ્લાન છે. જેમાં મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો કરાવશે.શેરીમાં ભટકતાં શ્વાનના ત્રાસ અંગે તો ઘણી વખત હોબાળો મચ્યો છે. કોર્પોરેશને પણ રખડતાં શ્વાનને અંકુશમાં રાખવા માટે પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પડોશીઓને કનડતાં પાલતુ શ્વાન માટે કોઈ નિયમો છે ખરા? બોમ્બે પ્રોવિન્સનલ મ્યુનિસપિલ કોર્પોરેશન્સ એક્ટ 1949ની જોગવાઈ મુજબ પાલતુ શ્વાન રાખવા માટે પણ લાઇસન્સ લેવું ફરજિયાત છે.
2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન
અમદાવાદ શહેરમાં 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન હતા. શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવાનું અને શ્વાનને RFID ચીપ પણ લગાવવાનું પણ કોર્પોરેશનનું આયોજન છે.. આ માટે મ્યુનિ. 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને ટેન્ડર પણ બહાર પાડી દીધા છે.