સ્ટડી અને વર્ક પરમિટ પર કેનેડા ગયેલા લોકો માટે ઝટકો, વિઝા ગમે ત્યારે થઈ શકે છે કેન્સલ, શા માટે ખતરો થઈ રહ્યો છે ઉભો? | Moneycontrol Gujarati
Get App

સ્ટડી અને વર્ક પરમિટ પર કેનેડા ગયેલા લોકો માટે ઝટકો, વિઝા ગમે ત્યારે થઈ શકે છે કેન્સલ, શા માટે ખતરો થઈ રહ્યો છે ઉભો?

નવા નિયમો હજારો વિદેશી નાગરિકોને અસર કરે તેવી સંભાવના છે. તેમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં સામેલ છે. નવા નિયમો હેઠળના ફેરફારો વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કામચલાઉ નિવાસી મુલાકાતીઓને અસર કરશે, જેમાંથી ઘણા ભારતના છે.

અપડેટેડ 11:56:22 AM Feb 25, 2025 પર
Story continues below Advertisement
કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.

કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, ત્યાંના સરહદી અધિકારીઓ કોઈપણ સમયે સ્ટડી, વર્ક અથવા પ્રવાસી વિઝા લીધેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે. નવા નિયમો હેઠળ, સરહદ અધિકારીઓની સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમલમાં આવેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન નિયમો, સરહદ અધિકારીઓને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRV) જેવા કામચલાઉ નિવાસી દસ્તાવેજો રદ કરવા માટે પહેલા કરતાં વધુ સત્તા આપે છે.

નવા નિયમો હજારો વિદેશી નાગરિકોને અસર કરે તેવી સંભાવના છે. તેમાં ભારતીયો પણ મોટી સંખ્યામાં સામેલ છે. નવા નિયમો હેઠળના ફેરફારો વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કામચલાઉ નિવાસી મુલાકાતીઓને અસર કરશે, જેમાંથી ઘણા ભારતના છે. કેનેડામાં શિક્ષણ મેળવવું એ ભારતીયોનું સ્વપ્ન રહ્યું છે અને ભારતીયો તેમના સપના પૂરા કરવા માટે મોટી સંખ્યામાં કેનેડા આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, લગભગ 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટડી કરી રહ્યા છે.

એક અહેવાલ મુજબ, જો કોઈ બોર્ડર ઓફિસર એ વાતથી સંતુષ્ટ ન હોય કે વ્યક્તિ તેના રોકાણની મુદત પૂરી થયા પછી કેનેડા છોડી દેશે અથવા જો ડોક્યુમેન્ટ વહીવટી ભૂલના આધારે જારી કરવામાં આવ્યો હોય તો તે સ્ટડી અથવા વર્ક પરમિટ કેન્સલ કરી શકે છે. નવા નિયમો અનુસાર, જો ધારક કેનેડાનો કાયમી નિવાસી બને અથવા મૃત્યુ પામે તો પણ પરમિટ રદ થઈ શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઓટ્ટાવાના ઇમિગ્રેશન માળખામાં અનેક ફેરફારો બાદ સુધારેલા નિયમો આવ્યા છે, જેમાં 2024ના અંતમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વિઝા પ્રોગ્રામ રદ કરવાનો સમાવેશ થાય છે. નવા નિયમોમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિની પરિસ્થિતિ અથવા સંજોગો બદલાય છે, તો તે તેને ગેરલાયક ઠેરવી શકે છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં સ્ટડી કરતા 4,27,000 વિદ્યાર્થીઓ ઉપરાંત, ભારતમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. જાન્યુઆરી અને જુલાઈ 2024 વચ્ચે, કેનેડાએ ભારતીયોને 3,65,750 વિઝિટર વિઝા જારી કર્યા હતા, જે 2023 માં સમાન સમયગાળા દરમિયાન જારી કરાયેલા 345,631 કરતા વધુ છે.

આ પણ વાંચો - Tata Capital IPO: ટાટા ગ્રૂપની આ કંપનીમાં રોકાણ કરવાની મળશે તક, બોર્ડે IPO લાવવાની આપી મંજૂરી


MoneyControl News

MoneyControl News

First Published: Feb 25, 2025 11:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.