જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમેરિકામાં ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં $10 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન આપતા તેમણે લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન! જેમ જેમ ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી ઊંડી થતી જાય છે તેમ, અદાણી જૂથ તેની ગ્લોબલ સ્કીલનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ટાર્ગેટ આના દ્વારા 15,000 નોકરીઓનું સર્જન કરવાનો છે જો કે, તેમણે અમેરિકામાં શરૂ થનારા પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર માહિતી આપી ન હતી.