ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે મોટી જાહેરાત કરી. તેમણે 5 સભ્યોની સમિતિની રચના પણ કરી છે.
ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે મોટી જાહેરાત કરી. તેમણે 5 સભ્યોની સમિતિની રચના પણ કરી છે.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન રહ્યું છે. PM MODIએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'
કોમન સિવિલ કોડનો થશે દેશવ્યાપી અમલ: CM
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UCC માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ થવાનો છે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગુજરાત PMના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે. ભારત દેશમાં આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રીએ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ નિર્ણય લીધો છે. ભાજપ દ્વારા જે વચનો આપવામાં આવે તે પૂરા કરે છે. ગુજરાતમાં વસતા તમામ નાગરિકોને હક્ક મળે તે હેતુંથી સરકાર આગળ વધી રહી છે.
કમિટી 45 દિવસમાં સરકારને રિપોર્ટ સોપશે
UCCને લઇ CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UCC માટે મુદ્દો તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. નિવૃત્ત જજ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટી બનશે. 5 સભ્યોની સમિતિ 45 દિવસમાં રિપોર્ટ આપશે. રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. 45 દિવસમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે. રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ છે. ઉત્તરાખંડમાં UCCની કમિટીમાં પણ રંજના દેસાઈ સામેલ હતા. પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોરનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ IAS સી.એલ મીના, એડવોકેટ આર.સી કોડેકર, સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇ
જાણો UCC એટલે શું?
UCC એટલે સમાન નાગરિક સંહિતા. જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો, એક દેશ - એક કાયદો. ભારતમાં તમામ નાગરિકો માટે એકસરખો કાયદો હોવો જોઈએ, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય. હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત અલગ-અલગ કાયદા છે. જો સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં આવશે, તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે. નોંધનીય છે કે UCC ભારતના બંધારણના અનુચ્છેદ 44 નો ભાગ છે અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે.
યુનિફોર્મ સિવિલ કોડ: ક્યારે શું થયું
-ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ નિષ્ણાત સમિતિની રચના- 27 મે, 2022
-નિષ્ણાત સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો - 02 ફેબ્રુઆરી, 2024
-યુનિફોર્મ સિવિલ કોડ બિલ એસેમ્બલીમાં પસાર થયું - 07 ફેબ્રુઆરી, 2024
-રાષ્ટ્રપતિ તરફથી બિલની મંજૂરી - 11 માર્ચ, 2024
-યુનિફોર્મ સિવિલ કોડ એક્ટની સૂચના- માર્ચ 12, 2024
-યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના નિયમોની મંજૂરી - 20 જાન્યુઆરી, 2025
યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.