ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર થયેલા હુમલા અંગે માહિતી આપતા FBIએ કહ્યું કે હુમલાખોર દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનમાંથી ઈસ્લામિક સ્ટેટ જૂથનો ધ્વજ મળી આવ્યો છે. આ પછી, તેમની ટીમે આરોપીઓ વિશે વધુ માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત હુમલાખોરના સંભવિત સહયોગીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
FBIએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે લગભગ 3:15 વાગ્યે ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર થયેલા હુમલા બાદ પોલીસ સાથેની ગોળીબારમાં આરોપી ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું.
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને ભીડ પર ગોળીબાર કર્યો. તાજેતરની માહિતી અનુસાર, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 10થી વધીને 15 થઈ ગઈ છે. FBIએ આ હુમલાને આતંકવાદી હુમલો માનીને તપાસ શરૂ કરી છે, કારણ કે હુમલાખોરના વાહનમાંથી આતંકી સંગઠન ISISનો ઝંડો મળી આવ્યો હતો. જોકે, પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું હતું.
FBIએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે લગભગ 3:15 વાગ્યે ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર થયેલા હુમલા બાદ પોલીસ સાથેની ગોળીબારમાં આરોપી ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું.
ટ્રકમાંથી ISISનો ઝંડો મળ્યો
FBIએ કન્ફોર્મ કર્યું છે કે તેમણે ન્યૂ ઓર્લિયન્સમાં 15 લોકોની હત્યા કરનાર અને 30થી વધુને ઘાયલ કરનાર ડ્રાઈવરની ઓળખ 42 વર્ષીય શમસુદ-દીન જબ્બર તરીકે કરી છે. FBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ટીમ જબ્બર વિશે વધુ માહિતી એકત્ર કરવા માટે કામ કરી રહી છે, કારણ કે હુમલાખોર દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનમાંથી ઈસ્લામિક સ્ટેટ જૂથનો ધ્વજ મળી આવ્યો હતો.
હુમલા સહન નહીં કરીએ: બાયડન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને હુમલાની નિંદા કરતા કહ્યું કે મને આ ભયાનક ઘટના અંગે સતત જાણ કરવામાં આવી રહી છે. FBI તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને આ ઘટનાને આતંકવાદ તરીકે તપાસી રહી છે. હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેઓ વેકેશન માણી રહ્યાં હતા. અમેરિકામાં કોઈપણ પ્રકારની હિંસાનું કોઈ સમર્થન નથી અને અમે અમારા દેશમાં કોઈપણ સમુદાય પર કોઈ પણ હુમલાને સહન કરીશું નહીં.
ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવાની અપીલ
તે જ સમયે, લુઇસિયાનાના ગવર્નરે લોકોને ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવું જોઈએ કારણ કે ત્યાં એક ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં 15 લોકો માર્યા ગયા હતા.
ગવર્નર જેફ લેન્ડ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે અધિકારીઓ જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ "અસ્થિર પરિસ્થિતિ"નો સામનો કરી રહ્યા હતા. "અમે જાણીએ છીએ કે આસપાસ પ્રવાસીઓ છે અને અમે દરેકને ફ્રેન્ચ ક્વાર્ટર ટાળવા વિનંતી કરીએ છીએ કારણ કે ત્યાં તપાસ ચાલુ છે,"
વાઇબ્રન્ટ કલ્ચર માટે પોપ્યુલર છે બાર્બર સ્ટ્રીટ
તમને જણાવી દઈએ કે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક ટ્રક ડ્રાઈવરે કચડી માર્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 3.15 વાગ્યાની આસપાસ બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલેના ચાર રસ્તા પર બની હતી, જે તેની નાઇટલાઇફ અને વાઇબ્રન્ટ કલ્ચર માટે પોપ્યુલર છે.