Apple Electric Car: એપલના ઇલેક્ટ્રિક વ્હીકલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ પ્રોજેક્ટનું કોડનેમ ટાઇટન છે. હવે આ પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે, હવે તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, જે 2028 છે. એપલે 2015માં ઇલેક્ટ્રિક વ્હીકલો માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પછી પ્રોજેક્ટને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો
કેવિન લિંચ પ્રોજેક્ટ ટાઇટનનો હવાલો
Appleના વાઇસ પ્રેસિડેન્ટ કેવિન લિંક છે, જે 2021થી પ્રોજેક્ટ ટાઇટનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની ગાઇડલાઇનમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વિઝનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે સંપૂર્ણ સ્વાયત્ત કારની યોજના પાછળ છોડી દેવી પડશે અને સૌપ્રથમ એવી કાર લોન્ચ કરવી પડશે જેમાં લિમિટેડ સેલ્ફ ડ્રાઇવિંગ ફિચર્સ છે, જે અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલોમાં જોવા મળે છે.
ટેસ્લા પ્લાન બદલી રહી છે અને Apple કાર માટે લેવલ 2+ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ સિસ્ટમમાં, કારમાં ડ્રાઇવરની જરૂર પડશે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે તરત જ કારનો નિયંત્રણ લઈ શકે. આ ટેસ્લાની ઓટોપાયલટ સિસ્ટમ જેવી જ હશે.
બોર્ડ સીઈઓ ટિમ કૂક પર પ્રેસર
બ્લૂમબર્ગના અહેવાલો અનુસાર બીજી એક વાત સામે આવી છે કે એપલના બોર્ડના સભ્યોએ સીઈઓ ટિમ કૂક પર પ્રોજેક્ટ ટાઇટનને લઈને મજબૂત યોજના આપવા દબાણ કર્યું છે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટે હજુ સુધી કોઈ દૃશ્યમાન પ્રોટોટાઈપ રજૂ કર્યો નથી.