Car Price Hike: કાર કંપનીઓએ ફરી ભાવમાં કર્યો વધારો, કસ્ટમર્સને મોટો ઝટકો
Car Price Hike: આ ભાવ વધારો એવા સમયે થયો છે જ્યારે એન્ટ્રી-લેવલ કારનું વેચાણ ઘટી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના અહેવાલ મુજબ, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 7.8%નો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ગ્રામીણ બજારમાં મોંઘવારીને કારણે કસ્ટમર્સ કાર ખરીદવાથી દૂર રહ્યા છે.
Car Price Hike: નવા નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે જ કાર કંપનીઓએ કસ્ટમર્સને મોટો આંચકો આપ્યો છે. દેશની મોટાભાગની મોટી કાર કંપનીઓએ પોતાના વ્હીકલ્સના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો જાન્યુઆરી 2025 પછી થોડા જ મહિનામાં બીજી વખત થયો છે. સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆતમાં કંપનીઓ જૂનો સ્ટોક ખાલી કરવા ભાવ વધારે છે, પરંતુ આ વખતે વેચાણમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં કંપનીઓએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.
ભાવ વધારાનાં કારણો શું?
કંપનીઓએ ભાવ વધારવા પાછળ અનેક કારણો આપ્યાં છે:
-કારના ઉત્પાદનમાં વપરાતા ભાગો અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો.
-એલ્યુમિનિયમના ભાવમાં 10.6% અને રબરના ભાવમાં 27%નો વધારો થયો.
-ઈંધણ અને પરિવહન ખર્ચ વધવાથી ઉત્પાદન ખર્ચમાં ઉછાળો આવ્યો.
-BMW અને Hyundai જેવી કંપનીઓને CKD અને CBU મોડલની આયાતમાં વધુ ખર્ચ થઈ રહ્યો છે.
-અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને આંતરરાષ્ટ્રીય કારણોસર સપ્લાય પર અસર પડી.
કંપનીઓનું કહેવું છે કે આ ભાવ વધારો સંતુલિત રીતે કરવામાં આવ્યો છે જેથી વેચાણ અને કસ્ટમર્સ પર વધુ અસર ન થાય.
કઈ કંપનીએ કેટલો વધારો કર્યો?
મારુતિ સુઝુકી: 4% સુધી
ટાટા મોટર્સ: 3% સુધી
મહિન્દ્રા: 3% સુધી
કિયા: 3% સુધી
સ્કોડા: 3% સુધી
એમજી મોટર: 2% સુધી
સ્ટેલેન્ટિસ (જીપ + સિટ્રોએન): 2% સુધી
મર્સિડીઝ-બેન્ઝ: 3% સુધી
બીએમડબલ્યુ: 3% સુધી
હ્યુન્ડાઈ: 3% સુધી
ઓડી: 3% સુધી
હોન્ડા કાર્સ: હજી સ્પષ્ટ નથી
એન્ટ્રી-લેવલ કાર પર ડિસ્કાઉન્ટની રાહત
આ ભાવ વધારો એવા સમયે થયો છે જ્યારે એન્ટ્રી-લેવલ કારનું વેચાણ ઘટી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના અહેવાલ મુજબ, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 7.8%નો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ગ્રામીણ બજારમાં મોંઘવારીને કારણે કસ્ટમર્સ કાર ખરીદવાથી દૂર રહ્યા છે.
આવી સ્થિતિમાં ડીલરો જૂનો સ્ટોક ખાલી કરવા રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને સ્ક્રેપેજ બોનસ જેવી ઓફર્સ આપી રહ્યા છે. એક મોટી કાર કંપનીના ડીલરના જણાવ્યા મુજબ, ડિસ્કાઉન્ટ ₹2,500થી લઈને ₹75,000 સુધીનું હોઈ શકે છે, જે મોડલ પ્રમાણે બદલાય છે.
કયા બ્રાન્ડ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ?
-મારુતિ સુઝુકી: S-Pressoથી Baleno સુધીના મોડલ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ.
-હોન્ડા: City મોડલ પર ₹73,000 સુધીનો લાભ.
-મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: Thar Roxxની મજબૂત માંગ હોવા છતાં FY2024 મોડલ પર ₹3 લાખ સુધીનું એક્સચેન્જ ઓફર અને અન્ય લાભ.
આ ડિસ્કાઉન્ટ અને તાજેતરના આવકવેરા સ્લેબમાં થયેલા ફેરફારો ભારતના નબળા પડતા એન્ટ્રી-લેવલ કાર બજારને થોડી રાહત આપી શકે છે.