July Auto Sales: જૂલાઈ મહીના બજાજ ઑટોનું કુલ વેચાણ 11 ટકા વધ્યુ, જાણો બીજી ઑટો કંપનીઓની કેવી રહી ચાલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કુલ વેચાણમાં નિકાસ સહિત કુલ 66,444 વાહનોના વેચાણ સાથે 0.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન બજાજનું વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 2.97 લાખ યુનિટ થયું છે.
July Auto Sales: આજે ઓટો કંપનીઓએ જૂલાઈ મહિના માટે તેમના વેચાણના આંકડા જાહેર કર્યા છે.
July Auto Sales: આજે ઓટો કંપનીઓએ જૂલાઈ મહિના માટે તેમના વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કુલ વેચાણમાં નિકાસ સહિત કુલ 66,444 વાહનોના વેચાણ સાથે 0.5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન બજાજનું વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 2.97 લાખ યુનિટ થયું છે. જુલાઈ 2024 માં ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા ઘટ્યુ છે. ચાલો આ આંકડાઓ પર કરીએ એક નજર.
Escorts Kubota
જૂલાઈ 2024માં એસ્કોર્ટ્સ કુબોટાનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 3.6 ટકા વધીને 5,769 યુનિટ થયું. જ્યારે જૂલાઈ 2023માં કંપનીએ 5570 કુલ વેચાણ થયું હતુ.
Tata Motors
જૂલાઈ 2024 માં ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ 70,161 યુનિટ થયું. વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સે જૂલાઈમાં 27,042 કોમર્શિયલ વાહનોનું વેચાણ ઘટ્યુ છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન 44,954 પેસેન્જર વાહનોનું વેચાણ ઘટ્યુ છે. જૂલાઈમાં કંપનીનું કુલ વેચાણ 71,996 યુનિટ રહ્યું છે, જે ગયા વર્ષે જૂલાઈમાં 80,633 યુનિટ હતું.
Ashok Leyland
જૂલાઈ 2024માં અશોક લેલેન્ડનું કુલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 8 ટકા ઘટીને 13,928 યુનિટ થયું છે. જ્યારે જૂલાઈ 2023માં કંપનીએ 15,068 વાહનોનું વેચાણ કર્યું હતું. જૂલાઈ 2024માં અશોક લેલેન્ડનું કુલ મિડિયમ એન્ડ હેવી કોમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને 8,440 યુનિટ થયું. તે જ સમયે, જૂલાઈ 2023 માં, કંપનીએ મિડિયમ એન્ડ હેવી કોમર્શિયલમાં 9,571 યુનિટ વાહનોનું વેચાણ કર્યું હતું. જૂલાઈ 2024માં અશોક લેલેન્ડનું કુલ મિડિયમ એન્ડ હેવી કોમર્શિયલ વાહનોના ટ્રકનું વેચાણ વાર્ષિક ધોરણે 20 ટકા ઘટીને 6,426 યુનિટ થયું. તે જ સમયે, જૂલાઈ 2023 માં, કંપનીએ મિડિયમ એન્ડ હેવી કોમર્શિયલ વાહનોના ટ્રકમાં 8,037 યુનિટ વાહનોનું વેચાણ કર્યું હતું.
Mahindra and Mahindra
સ્થાનિક બજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ જૂલાઈ 2024માં વાર્ષિક ધોરણે 0.5 ટકા વધીને 66,44 યુનિટ થયું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 66,124 યુનિટ હતું. નિકાસ સહિત એમએન્ડએમનું કુલ વેચાણ જૂલાઈમાં 1,515 વાહનોનું ઘટ્યુ છે. આ સમયગાળા દરમિયાન વાહનોનું સ્થાનિક વેચાણ 41,623 યુનિટ રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટરના વેચાણમાં જૂલાઈ 2024માં કુલ 27,209 વાહનોના વેચાણ સાથે 8 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Bajaj Auto
બજાજ ઑટોનું કુલ વેચાણ જૂલાઈ 2024માં વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 3.54 લાખ યુનિટ થયું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 3.20 લાખ યુનિટ હતું. બજાજ ઑટોનું સ્થાનિક બજારમાં વેચાણ જૂલાઈમાં 18 ટકા વધીને 2.11 લાખ યુનિટ થયુ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.79 લાખ યૂનિટ રહ્યું હતુ. કંપનીનું ટુ-વ્હીલર સહિત કુલ વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને જૂલાઈમાં 2.79 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં 2.68 લાખ યુનિટ રહ્યું હતુ.
કંપનીનું થ્રી-વ્હીલર સહિત કુલ વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને જૂલાઈમાં 56,628 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં 50,907 યુનિટ રહ્યું હતુ. બજાજ ઑટોની કુલ નિકાસ જૂલાઈ મહિનામાં 2 ટકા વધીને 1.43 લાખ યુનીટ પહોંચી છે. જ્યારે ગત વર્ષના સમાન મહિનામાં 1.40 લાખ યુનીટ રહી હતી.