Maruti Suzuki sales: મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ આજે 1 સપ્ટેમ્બરે ઑગસ્ટ મહિનામાં વાહનોના વેચાણ સંબંધિત ડેટા જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 4 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ ઓગસ્ટમાં કુલ 181,782 વાહનોનું વેચાણ કર્યું હતું. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ ગયા વર્ષે આ જ મહિનામાં 189,082 વાહનોનું વેચાણ કર્યું હતું.