કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ બિઝનેસમાં અત્યાર સુધીની સૌથી વધુ 4.5 કરોડ રોજગારીના સર્જનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભારતનો ઓટોમોબાઈલ બિઝનેસ આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. અહીં વાહન ડીલર્સ સંસ્થા FADAના એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે ગ્લોબલ લેવલે ભારતીય વાહનોની માંગ ખૂબ જ વધારે છે. તેમણે કહ્યું કે, ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હવે 22 લાખ કરોડ રૂપિયાનું છે. મને વિશ્વાસ છે કે પાંચ વર્ષમાં ભારતીય ઓટોમોબાઈલ બિઝનેસ વિશ્વમાં નંબર વન બનશે. યુએસ ઓટોમોબાઈલ બિઝનેસનું કદ હાલમાં રુપિયા 78 લાખ કરોડ છે, ત્યારબાદ ચીન (રુપિયા 47 લાખ કરોડ) અને ભારત (રુપિયા 22 લાખ કરોડ) આવે છે.
ઝડપથી વિકસી રહ્યો છે ભારતનો ઓટો બિઝનેસ
હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનનું પ્રદર્શન
ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઘણા અદ્ભુત વાહનો જોઈ શકાય છે. આ વાહન વિશે માહિતી આપતાં, જીતેન્દ્ર EV ના સહ-સ્થાપક સમકિત શાહે ઇન્ડિયા ટીવીને જણાવ્યું હતું કે હાઇડ્રોજન અને વીજળી બંને પર ચાલતું હાઇડ્રિક્સ એક જ વારમાં 400 કિલોમીટરનું અંતર કાપશે. આ કારની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક હશે. કારમાં સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે 360 ડિગ્રી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. હાઇડ્રિક્સ ઉપરાંત, કંપનીએ ક્લાસોનું પણ અનાવરણ કર્યું, જે આધુનિક શહેરી મુસાફરી માટે રચાયેલ છે. તે એક સ્ટાઇલિશ અને ઉચ્ચ-પ્રદર્શન ધરાવતું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. 2025માં લોન્ચ થવા માટે તૈયાર, ક્લાસો 3 kW મોટર દ્વારા સંચાલિત છે જે 100 કિમી/કલાકની ટોચની ગતિ પ્રોવાઇડ કરશે. કંપનીએ યુનિક નામનું સ્કૂટર પણ લોન્ચ કર્યું.