BitConnect Scam: એક મોટી કાર્યવાહી કરતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અમેરિકામાં એક વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોએ પણ બિટકનેક્ટમાં "રોકાણ" કર્યું છે અને "મુખ્ય આરોપી" યુએસમાં ફેડરલ અધિકારીઓ દ્વારા તપાસ હેઠળ છે. EDએ છેતરપિંડીભર્યા રોકાણ યોજનામાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. આ માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા રોકાણના નામે ઘણા થાપણદારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
રોકડ, વાહન અને અનેક સાધનો જપ્ત
‘બિટકનેક્ટ લેન્ડિંગ પ્રોગ્રામ' દ્વારા રોકાણના રૂપમાં સિક્યોરિટીઝના "છેતરપિંડીપૂર્ણ" અને બિન-નોંધાયેલ ઓફર અને વેચાણ સંબંધિત કેસમાં શોધખોળનો નવો રાઉન્ડ પૂર્ણ કર્યા પછી, EDના અમદાવાદ કાર્યાલયે શનિવારે 13.50 લાખ રૂપિયા રોકડા, એક કાર અને ઘણા ડિજિટલ ડિવાઇઝ જપ્ત કર્યા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધાયેલ ED કેસ, સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરાયેલી FIRમાંથી ઉભરી આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કથિત છેતરપિંડી નવેમ્બર, 2016 અને જાન્યુઆરી, 2018 (નોટબંધી પછી) વચ્ચે થઈ હતી. એજન્સીએ તેના ટેકનોલોજી નિષ્ણાતોની એક ટીમને તૈનાત કરી હતી જેમણે આ ક્રિપ્ટો વોલેટ્સના મૂળ અને નિયંત્રકોને શોધવા માટે બહુવિધ ક્રિપ્ટો વોલેટ્સમાં કરવામાં આવેલા ટ્રાન્જેક્શનના "જટિલ વેબ"ની તપાસ કરી હતી.
આ ટ્રાન્જેક્શન ડાર્ક વેબ દ્વારા થયો