જો તમારી પાસે મોબાઇલ ફોન છે, તો તમને દરરોજ ઘણા અનવોન્ટેડ કૉલ્સ પ્રાપ્ત થતા હશે. આ સમસ્યાથી સામાન્ય લોકો જ નહીં દેશના મોટા નેતાઓ અને અધિકારીઓ પણ પરેશાન છે. પરંતુ ટૂંક સમયમાં જ લોકોને આ મોટી સમસ્યામાંથી રાહત મળવા લાગશે. હા, TRAI એટલે કે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ અનવોન્ટેડ ફોન કોલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને 2.75 લાખ ટેલિફોન નંબરોને ડિસ્કનેક્ટ કર્યા છે. એટલું જ નહીં ટ્રાઈએ 50 કંપનીઓની સર્વિસ પણ બંધ કરી દીધી છે.
ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને કડક સૂચના આપી
2024ના પ્રથમ છ મહિનામાં 7.9 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ
ટ્રાઈએ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે ફેક કોલ્સમાં જબરદસ્ત વધારો થયો છે. વર્ષ 2024 ના પ્રથમ છ મહિનામાં, અનરજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ટ્રાઈએ કહ્યું કે આને રોકવા માટે, 13 ઓગસ્ટ, 2024ના રોજ તમામ ટેલિકોમ કંપનીઓને કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક બિન-રજિસ્ટર્ડ ટેલિ-માર્કેટિંગ કંપનીઓ પર અંકુશ લગાવવા માટે કહેવામાં આવ્યું હતું.
કસ્ટમર્સને રાહત મળવાની આશા
ટ્રાઈએ કહ્યું, “આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ કંપનીઓએ નકલી કોલ માટે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ સામે કડક પગલાં લીધા છે. તેઓએ 50 થી વધુ કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે અને 2.75 લાખથી વધુ SIP DIDs/મોબાઈલ નંબર્સ/ટેલિકોમ સંસાધનોને અવરોધિત કર્યા છે. આ પગલાંથી નકલી કોલ્સ ઘટશે અને કસ્ટમર્સને રાહત મળશે તેવી અપેક્ષા છે.