Gujarat Rain: અંબાલાલકાકાની ફરી અતિભારેની આગાહી, 4થી 6 સપ્ટેમ્બર મેઘો ધમરોળશે, જાણો આ વખતે કોનો વારો પડશે? | Moneycontrol Gujarati
Get App

Gujarat Rain: અંબાલાલકાકાની ફરી અતિભારેની આગાહી, 4થી 6 સપ્ટેમ્બર મેઘો ધમરોળશે, જાણો આ વખતે કોનો વારો પડશે?

ગુજરારમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બરમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

અપડેટેડ 05:22:23 PM Sep 01, 2024 પર
Story continues below Advertisement
ગુજરારમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

રાજ્યમાં ભાદરવામાં મેઘો મૂશળધાર વરસશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ 4થી 6 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસશે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સાથે સાથે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગાંધીનગર, ખેડા, નડિયાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,જે વરસાદી સિસ્ટમથી 7થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદ રહેવાની આગાહી છે,14 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને ઘમરોળશે,તો 14 સપ્ટેમ્બર પછી વરસાદની ગતિ ધીમી પડશે.સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,આ વખતે ભાદરવો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની શકયતા છે.

મધ્ય ગુજરાત અને ઉત્તરમાં ભારે વરસાદી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.


શું કહે છે IMD?

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો - આધાર, ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી... આજથી બદલાશે આ 7 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર!

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2024 10:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.