Gujarat News: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી રાજ્યમાં ખાણ અને ખનીજ ક્ષેત્રે કામ કરે છે. રાજ્યના વિવિધ જગ્યાએ કેટલાક ખનીજો એવાં છે કે જે દુર્લભ છે અને તેનું પ્રોસેસિંગ થવું જરૂરી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગે આવા દુર્લભ ખનીજોનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.
નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને એલઇડી માટે કાયમી ચુંબક જેવી ગ્રીન એનર્જી ટેકનોલોજી વિકસાવવા માટે આ રેર અર્થ એલિમેન્ટ્સ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ આ દુર્લભ ખનીજો મદદરૂપ છે. ગ્રીન એનર્જીના ઉત્પાદન અને વપરાશ માટે જરૂરી એવા રેર અર્થ મટિરિયલની છોટાઉદેપુર જિલ્લાના અંબાડુંગરમાં આવેલી ડિપોઝિટ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ વિકસાવવા પ્રોજેક્ટના આર્થિક સહિતના પાસાઓ ચકાસવા ઓછામાં ઓછી એક તકની રૂપરેખા તૈયાર કરવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ માટે સંપૂર્ણ વેલ્યૂ ચેઈન સ્થાપનાના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવા આવા સાહસો માટે જરૂરી મૂડી રોકાણો અને સમય મર્યાદામાં પ્રોજેક્ટના સંભવિત વળતરનો અંદાજ કાઢવાનું પણ આ આકારણીમાં સમાવેશ થાય છે.
ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને એલઇડી માટે કાયમી ચુંબક જેવી ગ્રીન એનર્જી ટેકનોલોજી વિકસાવવા માટે આ રેર અર્થ એલિમેન્ટ્સ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ આ દુર્લભ ખનીજો મદદરૂપ છે. જીએમડીસીએ અંબાડુંગર ડિપોઝિટ માટે પ્રિ-ઇકોનોમિક એસેસમેન્ટ હાથ ધરવાનો જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ એસેસમેન્ટમાં પ્રોસેસ ફ્લો ડિઝાઇન અને બેનિફિશિયેશન માટે તમામ સંબંધિત પરીક્ષણો અને REE ઑક્સાઈડનું ઉત્પાદન સામેલ છે. ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ માટે સંપૂર્ણ વેલ્યૂ ચેઇન સ્થાપિત કરી ક્લિન એનર્જીના લક્ષ્યાંકને વેગ આપવાનો પ્રયાસ છે.
‘રેર અર્થ એલિમેન્ટ્સ’ શું છે?
‘સ્ટ્રેટેજિક મિનરલ્સ’ તરીકે વર્ગીકૃત રેર અર્થ એલિમેન્ટ્સ, જેને રેર અર્થ મેટલ્સ પણ કહેવાય છે. તેનો ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક બનાવટો, લેસર, કાચ, ચુંબકીય સામગ્રી અને વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગ થતાં વિવિધ એપ્લિકેશન્સ સાથે 17 સોફ્ટ હેવી મેટલ્સ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ, ક્લિન એનર્જી, એરોસ્પેસ, ઓટોમોટિવ અને ડિફેન્સ ક્ષેત્રની બહુવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ થાય છે.