આખરે હિઝબુલ્લાહે એ જ કર્યું જેનો ઇઝરાયલને ડર હતો. લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે આજે ઇઝરાયલ પર સૌથી મોટો જવાબી હુમલો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ડ્રોન છોડવામાં આવ્યા. જો કે આ હુમલા બાદ ઇઝરાયલને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલના રક્ષા મંત્રી યેવ ગાલાંટે ઘરેલુ મોરચે સમગ્ર દેશમાં વિશેષ સ્થિતિ જાહેર કરી છે. તેના પરથી એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહે ખરેખર ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો છે.
આજે સવારે, હુમલા પછી, હિઝબુલ્લાએ જાહેરાત કરી હતી કે તેણે બેરૂતમાં તેના એક કમાન્ડરની હત્યાના બદલામાં મોટી સંખ્યામાં ડ્રોન ફાયર કરીને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે આ હુમલામાં "એક મુખ્ય ઇઝરાયલી સૈન્ય સ્થળ" ને નિશાન બનાવવામાં આવ્યું હતું અને "કેટલીક દુશ્મન સાઇટ્સ અને બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મને પણ નિશાન બનાવ્યું હતું." ગયા મહિને બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હુમલો થયો હતો. અગાઉ, ઇઝરાયલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાની જાહેરાત કરી હતી, જેમાં કહ્યું હતું કે ઉગ્રવાદી જૂથ ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયલે વહેલી સવારે હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી
ઇઝરાયલી સેનાએ આજે વહેલી સવારે લેબનોન પર ઝડપી હવાઈ હુમલા કર્યા હતા. તેનાથી સમગ્ર લેબનોનમાં ગભરાટ ફેલાયો હતો. ઇઝરાયલની સેનાએ આતંકી સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. ઇઝરાયલે લેબનોનમાં રવિવારે વહેલી સવારે શિયા મિલિશિયા હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા. આમાં હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. જે બાદ હિઝબુલ્લા દ્વારા ઇઝરાયલ પર આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. હમાસ બાદ હિઝબુલ્લાએ ઇઝરાયલ પર આ બીજો મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ પછી જ ઇઝરાયલને ડર હતો કે તે બદલો લેવાની કાર્યવાહી કરશે. ઇઝરાયલે પણ પોતાના દેશમાં હિઝબુલ્લાહ હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું.