હજુ કેટલા દિવસ માવઠાની ઘાત? હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી | Moneycontrol Gujarati
Get App

હજુ કેટલા દિવસ માવઠાની ઘાત? હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે દક્ષિણ અમદાવાદ ડિસ્ટ્રીકમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદ શહેરમાં વરસાદ થવાની સંભાવના નથી.

અપડેટેડ 03:55:35 PM Dec 02, 2023 પર
Story continues below Advertisement
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભરશિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘાતકી માવઠા બાદ સતત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આવામાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે પ્રમાણે હજુ આગામી બે દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે દક્ષિણ અમદાવાદ ડિસ્ટ્રીકમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદ શહેરમાં વરસાદ થવાની સંભાવના નથી. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક હળવો વરસાદ થઇ શકે છે. અમરેલી અને જૂનાગઢમાં હળવો વરસાદ થઇ શકે છે.

બીજી બાજુ, આવતીકાલે એટલે કે રવિવારે હવામાન અને વરસાદની સંભાવના અંગે તેમણે કહ્યું કે, આવતીકાલે એટલે કે રવિવારે પણ કેટલીક જગ્યાઓએ હળવો વરસાદ થઇ શકે છે. સાથે જ બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવવાને લીધે વરસાદની સંભાવના હોવાનું તેમણે જણાવ્યું હતું.


ઉપરાંત અગાઉ માવઠા દરમિયાન ભારે પવન ફૂંકાવવાને લીધે ભારે નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. જ્યારે આગામી દિવસોમાં પવનની ગતિ વિશે પણ હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, હાલ સ્ટ્રોંગ વિન્ડ છે. જ્યારે બે દિવસ આવું જ હવામાન રહેશે. આજે અને કાલે પવન ફૂંકાશે. જે બાદ તેનું પ્રમાણ પણ ઘટશે.

તાપમાનમાં વધશે કે ઘટશે તે અંગે તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ દરમિયાન તાપમાન વધશે. એકાદ ડિગ્રી વધી શકે છે. બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં વધારે ફેરફારની સંભાવના નથી.

Investment: આ 5 ELSS ફંડ FD અને PPF થી પણ આપશે વધારે રિટર્ન, ટેક્સ માંથી પણ મળશે છૂટ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2023 3:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.