IAF Agniveer Recruitment 2023: ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો સેલરી સહિત તમામ વિગતો | Moneycontrol Gujarati
Get App

IAF Agniveer Recruitment 2023: ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો સેલરી સહિત તમામ વિગતો

Indian Air Force Agniveer Vayu Recruitment 2023: અગ્નિવીર માટે ઓનલાઈન લેખિત પરીક્ષા 13 ઓક્ટોબર 2023થી હાથ ધરવામાં આવશે. ભારતીય વાયુસેનાના આ નવા અગ્નિવીર વાયુ ભારતી માટે અરજી કરવા ઈચ્છુક કોઈપણ ઉમેદવાર 27 જુલાઈથી 17 ઓગસ્ટ 2023 સુધી તેના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 27 જૂન 2003થી 27 ડિસેમ્બર 2006ની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર હશે.

અપડેટેડ 04:34:59 PM Jul 13, 2023 પર
Story continues below Advertisement
અવિવાહિત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

Indian Air Force Agniveer Vayu Recruitment 2023: ભારતીય વાયુસેના (IAS) એ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે એક સૂચના (IAF Indian Air Force Agniveer Vayu Recruitment 2023 Notification) બહાર પાડી છે. એરફોર્સે અગ્નિવીરવાયુ (Intake 1/2024) માટે પસંદગી કસોટી માટે ઓનલાઈન અરજી કરવાની જાહેરાત કરી છે. અવિવાહિત ભારતીય પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. એરફોર્સ અગ્નિવીર માટે ઓનલાઈન અરજી કરવાની લિંક 27 જુલાઈ 2023થી ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર ઉપલબ્ધ થશે. આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અગ્નિવીર માટે ઓનલાઈન લેખિત પરીક્ષા 13 ઓક્ટોબર 2023થી લેવામાં આવશે. ભારતીય વાયુસેનાના આ નવા અગ્નિવીર વાયુ ભારતી માટે અરજી કરવા ઈચ્છુક કોઈપણ ઉમેદવાર 27 જુલાઈથી 17 ઓગસ્ટ 2023 સુધી તેના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006 ની વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર હશે. કુલ 3,500 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ઓનલાઈન મોડમાં અરજીઓ માંગવામાં આવી રહી છે. તેથી અરજી કરતા પહેલા ઓફિશિયલ સૂચના કાળજીપૂર્વક વાંચો.

મહત્વપૂર્ણ વિગતો (Agniveer Airforce Vacancy 2023 Highlights)


એરફોર્સ અગ્નિવીર નોટિફિકેશન 2023 જાહેર કરવાની તારીખ - 11 જુલાઈ 2023

એરફોર્સ અગ્નિવીર 2023 માટે અરજી કરવાની શરૂઆતની તારીખ - 27 જુલાઈ 2023

અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ - 17 ઓગસ્ટ 2023

પરીક્ષા તારીખ - 13 ઓક્ટોબર 2023

પોસ્ટ- 3500

પોસ્ટનું નામ - અગ્નિવીર એર ઇન્ટેક

ઉંમર - સાડા 17 થી 23 વર્ષ

ઊંચાઈ: 152.5 CMS

છાતી: 5 CMS

ઓફિશિયલ વેબસાઇટ- agnipathvayu.cdac.in

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2023 4:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.