Maldives: ભારત વિરોધમાં પોતોના નાગરિકો માટે જ કાળ બની રહ્યાં છે માલદીવના રાષ્ટ્રપતિ, હેલિકોપ્ટરની પરમિશન ના આપતા માસૂમનું મોત | Moneycontrol Gujarati
Get App

Maldives: ભારત વિરોધમાં પોતોના નાગરિકો માટે જ કાળ બની રહ્યાં છે માલદીવના રાષ્ટ્રપતિ, હેલિકોપ્ટરની પરમિશન ના આપતા માસૂમનું મોત

maldives: માલદીવમાં એક 13 વર્ષના છોકરાનું મૃત્યુ થયું કારણ કે તેને સારવાર માટે સમયસર હોસ્પિટલ લઈ ન શકાયો. એવો આરોપ છે કે માલદીવ સરકારે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં વિલંબ કર્યો.

અપડેટેડ 06:02:56 PM Jan 26, 2024 પર
Story continues below Advertisement
maldives: મુઈઝુની નીતિથી માલદીવના લોકો પર સંકટ

maldives: માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. ભારત પ્રત્યેની તેની નફરતમાં, મુઇઝુ એ વાતની પણ પરવા નથી કરી રહ્યો કે તેની જીદ તેના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. સરકારની જીદના કારણે એક નિર્દોશ 13 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું છે.. જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે તે બાળકે જીવ ગુમાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં વિલંબને કારણે બાળકે જીવ ગુમાવ્યો. ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.

મુઈઝુની નીતિથી માલદીવના લોકો પર સંકટ

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બાળકને ગાફુ એટોલથી રાજધાની માલે લઈ જવામાં વિલંબ થયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે બાળકને હોસ્પિટલ લઈ જવામાં મોડું થવાને કારણે તેનો જીવ બચાવી શકાયો નથી. માલદીવ સરકારે ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના સંચાલન અને જાળવણીની જવાબદારીમાંથી દૂર કરવાની માંગ કરી છે, જેનાથી માલદીવમાં ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ઉપયોગ અનિશ્ચિત છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે. જોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ મામલે પરસ્પર સહમત ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે.


મુઈઝુના બચાવમાં સંરક્ષણ મંત્રીની વિચિત્ર દલીલ

ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવાની ટીકાનો જવાબ આપતા, માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ખસને કહ્યું કે માલદીવની એરલાઇન્સ દ્વારા હજુ પણ 93 ટકા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બાળકના મૃત્યુને લઈને ઘેરાયેલા રાષ્ટ્રપતિ મુઈઝુના બચાવમાં દલીલ કરતા, ઈસને કહ્યું કે તબીબી કામગીરી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં રાષ્ટ્રપતિને જાણ કરવાની કે તેમની પરવાનગી લેવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન હોય છે. કોણ કહી શકે કે સ્થાનિક વહીવટીતંત્ર પણ સરકારની નીતિઓ મુજબ કામ કરે છે, આ માટે એવું જરૂરી નથી કે દરેક નાનું-મોટું કામ રાષ્ટ્રપતિને પૂછીને જ થાય.

આ પણ વાંચો - Republic Day 2024 Parade: મહિલા અગ્નિવીરોએ બતાવ્યો ઉત્સાહ, સાથે જૂઓ કર્તવ્ય પથ પરેડની દરેક ઝાંખી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 26, 2024 6:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.