Minimum Wages:અમેરિકામાં રહેતા અને કામ કરતા લોકો માટે સારા સમાચાર છે. ત્યાંના 22 રાજ્યોમાં પહેલી તારીખથી 'લઘુત્તમ વેતન' વધારવામાં આવ્યું છે. આનાથી એક કરોડથી વધુ કામદારોને ફાયદો થશે. લઘુત્તમ વેતન ખરેખર એક નિશ્ચિત રકમ છે જે કામદારોને મળે છે. ત્યાં દરેક રાજ્યમાં અલગ અલગ લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે. આ અંતર્ગત કામદારોને પ્રતિ કલાક ફિક્સ પેમેન્ટ મળે છે. ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં લઘુત્તમ વેતનમાં સૌથી વધુ વધારો થયો છે. હવે ત્યાં કામ કરતા કામદારોને ઓછામાં ઓછા $16 પ્રતિ કલાક મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આનો સૌથી વધુ ફાયદો મહિલાઓને થશે. આનો લાભ લેનાર દરેક 10 કામદારોમાંથી છ મહિલાઓ હશે.