ભારત 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે, અમિતાભ કાંતનો દાવો: 'આપણે સાચા ટ્રેક પર છીએ'
અમિતાભ કાંતે એવિએશન સેક્ટર (Aviation Sector)ને ઇકોનોમીની ગ્રોથમાં મહત્વનું ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ભારત હાલમાં 150થી વધુ એરપોર્ટ્સ ધરાવે છે અને ભવિષ્યમાં 400 એરપોર્ટ્સ બનાવવાનું ટાર્ગેટ છે.
અમિતાભ કાંતે કહ્યું કે, જ્યારે વેસ્ટર્ન વર્લ્ડ (Western World) અને જાપાન જેવા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે.
ભારતની ઇકોનોમી (Indian Economy) ઝડપથી આગળ વધી રહી છે અને G20ના શેરપા અમિતાભ કાંત (Amitabh Kant) એ દાવો કર્યો છે કે દેશ હવે 4 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની ગયો છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આ આંકડો 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના એક ઇવેન્ટમાં બોલતાં કાંતે ભારતની યુવા પોપ્યુલેશન (Young Population) અને ઝડપી શહેરીકરણ (Urbanisation)ને આ ગ્રોથનું મુખ્ય કારણ ગણાવ્યું.
યુવા ભારતની તાકાત
અમિતાભ કાંતે કહ્યું કે, જ્યારે વેસ્ટર્ન વર્લ્ડ (Western World) અને જાપાન જેવા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે, ત્યારે ભારતની ડેમોગ્રાફી (Demography) ખૂબ જ યુવા છે. ભારતની એવરેજ એજ (Average Age) હાલમાં માત્ર 28 વર્ષ છે, અને 2047 સુધીમાં પણ તે 35 વર્ષની આસપાસ રહેશે. આ 'બેબી બૂમર્સ'ની તાકાત ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી (Fastest Growing Economy) બનાવે છે. તેમણે ઉમેર્યું કે, ભારત હાલમાં વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી (4th Largest Economy) બની ગયું છે અને આગામી બે દાયકામાં તે $30 ટ્રિલિયનનું ટાર્ગેટ હાંસલ કરી શકે છે.
500 નવા શહેરોની જરૂર
કાંતે શહેરીકરણ (Urbanisation)ને ભારતની ગ્રોથનું મુખ્ય ડ્રાઇવર ગણાવ્યું. તેમણે કહ્યું, "આગામી પાંચ દાયકામાં ભારતે બે નવા અમેરિકા જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ઊભું કરવું પડશે. દર પાંચ વર્ષે એક શિકાગો જેવું શહેર બનાવવું પડશે." આ માટે ભારતે આવનારા વર્ષોમાં 500 નવા શહેરો બનાવવાની જરૂર છે, જે દેશની ઇકોનોમી અને શહેરી વિકાસને બૂસ્ટ આપશે.
એવિએશન સેક્ટરની મહત્વની ભૂમિકા
અમિતાભ કાંતે એવિએશન સેક્ટર (Aviation Sector)ને ઇકોનોમીની ગ્રોથમાં મહત્વનું ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ભારત હાલમાં 150થી વધુ એરપોર્ટ્સ ધરાવે છે અને ભવિષ્યમાં 400 એરપોર્ટ્સ બનાવવાનું ટાર્ગેટ છે. તેમણે ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન્સને અમીરાત અને કતાર એરવેઝ સાથે કમ્પિટિશન કરવા માટે વાઇડ-બોડી એરક્રાફ્ટ્સ સાથે લોંગ-ડિસ્ટન્સ ફ્લાઇટ્સ શરૂ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, "અમને વર્લ્ડ-ક્લાસ એરપોર્ટ્સ અને એરલાઇન્સની જરૂર છે જે ગ્લોબલ માર્કેટમાં કમ્પિટ (Compete) કરી શકે."
ભારતની ગ્રોથનો રોડમેપ
કાંતે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતની યુવા પોપ્યુલેશન, ઝડપી શહેરીકરણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દેશને 2047 સુધીમાં ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ બનાવશે. તેમણે ઉમેર્યું કે, ભારતે હવે ફોકસ કરવું જોઈએ ઇનોવેશન , ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર, જેથી આ ટાર્ગેટ સમયસર હાંસલ થઈ શકે.