‘કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ', અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો આરોપ, સાથે જાણી PM મોદી સાથે મુલાકાત પર શું કહ્યું?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કેદારનાથ મંદિરમાં સોનાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી?
દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? તેમણે પૂછ્યું, "ત્યાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે, પછી કૌભાંડ થશે.’
‘કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ'
તેમણે કહ્યું, "કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે."
પીએમ મોદી પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, "તે મારી પાસે આવ્યા અને આશીર્વાદ લીધા. અમારા નિયમો પ્રમાણે અમે તેમને આશીર્વાદ આપ્યા. નરેન્દ્ર મોદી અમારા દુશ્મન નથી. અમે તેમના શુભચિંતક છીએ, હંમેશા તેમનું કલ્યાણ ઈચ્છીએ છીએ. જ્યારે તે કોઈ ભૂલ કરે છે, અમે તેના વિશે વાત કરીશું."
VIDEO | Swami Avimukteshwaranand Saraswati, Shankaracharya of Jyotirmath was at 'Matoshree' in Mumbai on request of Shiv Sena (UBT) Chief Uddhav Thackeray. Here's what he said interacting with the media. "We follow Hindu religion. We believe in 'Punya' and 'Paap'. 'Vishwasghat'… pic.twitter.com/AZCJaDfHhi
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શનિવારે (13 જુલાઈ, 2024)ના રોજ આયોજિત શુભ આશીર્વાદ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર પહોંચ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ ત્યાં હાજર હતા. અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા બાદ પીએમ મોદી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાસે ગયા અને તેમના આશીર્વાદ લીધા.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ રવિવારે (14 જુલાઈ 2024) દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં કેદારનાથ ધામના નામે મંદિર બનાવવાની જરૂર કેમ છે. તેમણે તેને કેદારનાથ ધામની ગરિમા અને મહત્વ ઘટાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.